________________
મંત્રવિદ્યાને પ્રભાવ
ર૬૫
- મહાત્મા ગાંધીએ રામનામના પુસ્તકમાં કહ્યું છે કે –
જે મંત્રનો જપ કર્યા જ કરશે, તે અંતે વિજયને મેળવશે એમાં મને જરા શંકા નથી. એ મંત્ર એની જીવાદોરી થશે અને બધાં સંકટોમાંથી બચાવશે.”
મોત, નાગ અને મંત્ર
બાવીસ વર્ષની સ્વરૂપવાન સરલાને ઈલાજ કરનારા ડે. બાજપેયીને એ જીવી શકે તેવી કેઈ આશા નહતી. સરલાના પતિ પંકજે ફરૂખાબાદ જિલ્લાના એક સાપ્તાહિકના સંપાદક અને મંત્રની સિદ્ધિ ધરાવનારા લક્ષ્મીનારાયણને લાવ્યા. લક્ષ્મીનારાયણ મંત્રોચ્ચાર શરૂ કર્યા કે સરલાના શરીરમાંથી કઈ પુરુષનો અવાજ લક્ષ્મીનારાયણને પડકારવા લાગ્યું. હિંમતવાન લક્ષ્મીનારાયણે સરલાના શરીરમાંથી આવતા અવાજને પડકાર કર્યો અને પૂછ્યું, “બોલ, તારે શું જોઈએ છે?”
બીમાર સરલાએ જોશભેર પિતાનું માથું ઊંચું કર્યું અને વિચિત્ર રીતે પુરુષના અવાજમાં બોલી, “અમે આને લઈ જવા માગીએ છીએ.”
મંત્રવિદ્ લક્ષ્મીનારાયણે પ્રબળ અવાજે પૂછયું, “તમે લઈ જવા માગે છે, પણ કેને?”
આ છોકરીને ! આટલુંય તમે સમજતા નથી?” સરલાએ વિચિત્ર એવા પુરૂષના અવાજમાં જવાબ વાળે.