________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૫૩
પીધેલા ચાના પ્યાલા સિવાય કંઈ જ પેટમાં ગયું ન હતું: છેવટે અમે પાંચ ખુરશીઓ ભેગી લાવીને કુંડાળે બેસી ગયાં. જલારામ અને દત્ત બાબાની ધૂન શરૂ કરી દીધી. જ્યાં બુદ્ધિ બહેર મારી જાય ત્યાં શ્રદ્ધા કામ કરી જાય. મારી પત્નીને પૂર્ણ શ્રદ્ધા હતી કે આપણે વાળ પણ વાંકે થવાનું નથી. ધૂન ચાલુ રહી. સાડાચાર વાગ્યા. અને ન માની શકાય તેમ ચમત્કાર સજ. પેલા ત્રણ કસ્ટમ અધિકારીઓ જે યુગાન્ડાના હતા. એમની ડયૂટી પૂરી થઈ અને એમની જગ્યાએ કેન્યાના ત્રણ અધિકારીઓ ફરજ પર આવ્યા. ફરતાં, ફરતાં અમારા “શેડ” માં આવી ચડ્યા. અમારા હાવભાવ જોઈને એને લાગ્યું કે આ લેકે ભગવાનનું ભજન કરે છે. ત્રણે અમારી પાસે આવ્યા. મને કહે કે, “તમે લોકો સાવ એકલા આવા ભેંકાર “શેડ”માં કેમ બેસી રહ્યા છે?” ડૂબતે તરણું ઝાલે તેમ ઝટ દઈને હું ઊભે. થઈ ગયે, કરગરી પડે અને અથથી ઈતિ સુધી મારી વાત રજૂ કરી. એનું દિલ હલી ગયું. મને કહે, “તમે જરાય ગભરાશે નહીં. આજ રાતના ૧૨ વાગે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ખાસ ફલાઈટ સીધી નોનસ્ટોપ મુંબઈ જવાની છે, એમાં હું ગમે તેમ કરીને તમારી સગવડ કરી આપીશ. હમણાં જ હું એ વ્યવસ્થા કરવા જાઉં છું. દરમિયાન તમે લોકે અહીં જ બેઠા રહે. ઈષ્ટ આફ્રિકન એરવેઝના ખર્ચે તમને હું પાંચ લંચ પેકેટ મોકલું છું. તમે નિરાંતે પહેલાં જમી લો.” આટલું કહી એક ઓફિસર અમારી મધરાતના પ્લેનની જગ્યાએ કરવા ગયો. બીજે લંચ પેકેટ લેવા ગયે. ત્રીજે અમારા રક્ષણ માટે ત્યાં જ ઊભે. લંચ પેકેટ આવ્યા, અમે જમ્યાં. એ જ