________________
પંચ પરમેષ્ટિ મંત્રનું વિશેષ પ્રકારે વર્ણન
' નામે અરિહંતાણું ધ્યાન અગ્નિ વડે કર્મ મળને ભસ્મ કરી આત્માનું પૂર્ણ વરૂપ જેઓએ પ્રગટ કર્યું છે તે અ ને હું નમન કરું છું વાદળોના આવરણમાંથી બહાર નીકળેલા સૂર્યની જેમ કામના આવરણોને દૂર કરીને આત્મ સૂર્યના કિરણની પ્રભા વડે જેમણે આ વિશ્વને પ્રકાશિત કર્યું છે. તે વીતરાગદેવને હું વારંવાર નમન કરું છું. સુવર્ણવાળા પાષાણમાંથી ધમણાદિ કિયા વટે જેમ સુવર્ણ જુદું પાડવામાં આવે છે તેમ જેમણે વિવેક જ્ઞાન વડે દેહ કર્માદિથી આત્મસ્વરૂપને જુદું પાડયું તે સર્વ તીર્થકરને હું નમન કરું છું.
નમે સિદ્ધાણું પુગલના પિંડ રૂપ જ્ઞાનાવરણાદિ અષ્ટકમ તે દ્રવ્ય કમ, રાગદ્વેષાત્મક સંકલ્પ વિકલ્પ રૂપ ભાવ કર્મ, તેને વીતરાગ નિર્વિકલ્પ શુક્લ ધ્યાન વડે નાશ કરીને અનંતજ્ઞાન; અનંતદર્શન, અનંત આનંદ, અનંતશક્તિ, અવ્યાબાધ સુખ (બાધા પીડા રહિત) સાદિ અનંત સ્થિતિ, (શરૂઆત છે પણ અંત નથી એવી સ્થિતિ) અગુરુ લઘુ અને અરૂપી પણાના ગુણવાળા આત્માની અનંત શક્તિ જેમણે પ્રાપ્ત કરી છે તે પૂર્ણ સ્વરૂપ સિદ્ધિ પરમાત્માને હું વારંવાર નમસ્કાર કરું છું.