________________
મત્રવિદ્યાના પ્રભાવ
૧૧૫
થાચવા લાગ્યા કે, મારી ભૂલ થઈ ગઈ. તે પણ ખામાજી કહે કે, બેટા ! અમે તેા આનંદમાં છીએ, મને ભૂખ લાગી જ નથી, તમે તમારે ઉત્સવ જુએ. ભૂખના આવા હાલ હતા. કોઈ ખાવાનું લાવીને રાખી દે અને બાખાજીને કહે કે, ખાઓ, ત્યારે કહે કે, ખાઉં છુ, ભાજન કર્યાં પહેલા જરા ઈશ્વરચિંતન કરી લઉં અને ચિંતન કરતા, કરતાં સમાધિમાં લીન થઈ જતા, અને ખાવાનુ' પડયુ રહેતું. સવારથી સાંજ અને સાંજથી સવાર સુધી, જ્યારે કેાઈ ભાજનને એમ જ પડેલું જોતુ ત્યારે કહેતુ, બાબાજી! ભેાજન કયુ" નથી ? તે કહેતા કરુ છું. મિત્રા આજે એકાદ કલાક વિલંબથી Àાજન મળે
તે! કેવી દશા થાય છે. કહે કે :
“ ભૂખે ભજન ન હોય ગેાપાલા, યહ લે અપકી માલા.
""
હવે તૃષા પર કેવા કામૂ હતા તે સાંભળે. એકવાર મામાજી ગામ ગયા હતા. એ ગામ મામાજીના ગામથી ૧૨૫ માઈલ દૂર હતું, જ્યારે ત્યાંથી પાછા આવતા હતા ત્યારે તૃષા લાગી. સડક ઉપર જ્યારે તરસના ખ્યાલ આવત ત્યારે વિચારતા કે આગળના ગામમાં પાણી પીશું અને આગળ ચાલતા રહેતા. પરંતુ જપની ધૂનમાં લીન રહેવાને કારણે ગામ ચાલ્યું જતું તેા વળી વિચારતા-હવે આગળ ગામ આવશે ત્યારે જોશુ. એમ કરતાં ત્રીજે દિવસે પેાતાને ઘેર પહેાંચતા. જે મહાન પુરુષ ગરમીની ઋતુમાં એકસે પચ્ચીસ માઈલની પગની યાત્રામાં તૃષા ઉપર આટ્લે કાબૂ