________________
મંત્રવિદ્યાનો પ્રભાવ
૨૧૩
બની જતું. જ્યારે આ વાતની લેકેને ખબર પડી ત્યારે એક માણસ કહે, “બાબા! એક ભેંસ મારી પણ, બીજે, આ એક ગાયમારી પણ, ત્રીજે, આ એક વાછરડું મારું પણ” એમ જાનવરને વધારે થવા લાગ્યો. પણ બાબાજી તો કોઈને ના પાડે જ નહિ. ભલે બેટા ! તમે પણ મૂકી જાઓ. પણ પાછળથી કેને ભય લાગવા માંડે કે, બાબા સિદ્ધ યોગી છે, કદાચ રેપ કરશે તે ન માલૂમ શું કરે? માટે એને કંઈ જ ન કહેવું. ઘરવાળાએએ પણ એને કઈ કામ સોંપવાનું છોડી દીધું અને બાબાજીને છૂટી મળી ગઈ. બાબાજીનો સ્વભાવ એ હતું કે, દરેક પ્રકારના અનિષ્ટ પ્રસંગને પણ ઈષ્ટ માનીને સંતુષ્ટ રહેતા હતા ગુજરાનવાલા ગામથી બાબાજીનું ગામ દશ કે બાર ગાઉ હતું. ત્યાંના રાયસાહેબે પિતાને ત્યાં તેમને બોલાવ્યા તેથી બાબાજી ત્યાં ગયા. અને પંદર દિવસ ત્યાં રહ્યા. એ સમયે હોશિયાપુરને એક વૈદ્ય રાયસાહેબના ઘેર આવ્યા, તે નેત્રની ચિકિત્સા કરતો હતો. તેણે બાબાજીને વારંવાર કહ્યું કે, “તમારા નેત્રોની ચિકિત્સા કરાવી લો. બાબાજી બોલ્યા, ભાઈ! મારી આંખે તે સારી છે, મારે કઈ ચિકિત્સા કરાવવી નથી. ત્યારે તે વૈદ્ય કહ્યું : વધારે સારી કરી આપીશ.” અંતે તેણે નસ્તર કર્યું. અને આંખને સુધારવાને બદલે બગાડી નાંખી. જ્યારે રાયસાહેબને એ વાતની ખબર પડી તે વૈદ્યને પકડી મંગાવ્યા, અને કહેવા લાગ્યા કે, “એને કેદ કરશું એણે તમારી આંખને ખરાબ કરી છે, એથી અમે એને સજા કરશું.” બાબાજી બેલ્યા, “નહિ, નહિ” રાયસાહેબ એમ ન કરે. એને તો મારું ભલું કરવાને જ વિચાર હતો, પણ મારું દુર્ભાગ્ય કે, અશુભ થયું.