________________
મંત્રવિદ્યાના પ્રભાવ
२०७
વ્યાપારીના પૈસા કેવી રીતે ચૂકવે ? વાણિયે દરરાજ એને પૈસા આપવા માટે કહે. મુસલમાન ખૂબ મૂઝાયા. અંતે તે ગામમાં એક જૈન મુનિ બિરાજતા હતા, તેમની પાસે ગયેા. અને પેાતાની પરિસ્થિતિની વાત તેમને કરી. તેણે કહ્યું- મારુ’ દુઃખ દૂર થાય તેવા કોઈ મયંત્ર આપવા કૃપા કરી.
6
9
...
,
આ સાંભળી મુનિએ કહ્યું, તને એક મ`ત્ર લખી આપુ છું, તેનું શ્રદ્ધાપૂર્વક આરાધન કરજે તે તારુ દુઃખ આપેઆપ નાશ પામશે. ” તેમ કહી એક કાગળમાં નવકારમંત્ર લખી આપ્યા. નવકારમંત્ર તે મહામંત્ર છે, અજબ પ્રભાવશાળી છે. નવકારમંત્રમાં અપૂર્વ ભાવરૂપ રસાયણુ ભરેલાં છે. તેનાથી બધાં જ ઝેર ઉતરી જાય. મુશ્કેલીમાંથી માર્ગ મળે. તેનુ સ્મરણુ કરવાથી ભવની ભેખડ ઉડી જાય. મુનિરાજે પેલા મુસલમાનભાઈ ને કહ્યું કે,− આ મંત્ર તારે કાઈને કહેવાના નહીં, શ્રદ્ઘા રાખીશ તે તારું ધાર્યુ કામ થશે. ’ આ ભાઈ, મંત્રના પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરે છે, પછી મક્કા-મદીનામાં યાત્રા કરવા જાય છે. રસ્તામાં જંગલ આવે છે, તરસ ખૂખ લાગી છે, ગ્રીષ્મૠતુના પ્રચંડ તાપ પડે છે. ત્યાં પચાસ હાથ ઊંડું પાણી એક કૂવામાં છે. પાણી કાઢવા સાધન પાસે નહિ. ત્યાં એક કૂતરી પાણી વિના તરફડે છે. બે-ત્રણ છેકરાં નીકળ્યાં, તે પણ પાણી પાણી કરે છે. પેલા ભાઈ વિચારે છે, મારી પાસે મંત્ર છે તેનાથી પાણી અવશ્ય મળશે. આમ વિચારી નવકારમત્ર ગણ્યા, અને ચમત્કાર સાણા, પાણી કાંઠા પર આવી ગ્યું. વીરડામાંથી લે તેમ લેવા માંડયુ. અને બધાની તૃષા છિપાવી. ત્યાર પછી તે તે
તે