________________
મંત્રવિદ્યાને પ્રભાવ
૨૦૫ થોડીવાર પછી પેલે મિયે તે રીતે આવીને સર્પ મૂકવા બદલ માફી માગી આજીજી કરવા લાગ્યું, “મારા દીકરાને સર્પ કરડે છે, તે ભાઈસાબ! તમારા મંત્રથી એને બચાવી લે, નહિતર એ મરી જશે”
તરત જ તે ક્ષમાશીલ મિયાભાઈએ ત્યાં જઈને ત્રણ વાર નમસ્કાર મહામંત્ર યાદ કરી પાણી મંત્રીને છાંટતા ઝેર ઉતરી ગયું ને છોકરે બેઠે થઈ ગયે. આવા તે આપત્તિ ટળવાના અને સંપત્તિ મળવાના કેટલાય પ્રસંગ આજે પણ બને છે અને પૂર્વકાળે પણ બન્યા છે. પરંતુ આ તે માત્ર ઐહિક લાભની વાત થઈ, પરંતુ પારલૌકિક લાભ જે નવકારમહામંત્ર કરે છે એની તુલનામાં જગતમાં કઈ મંત્ર એ લાભ કરી શકતું નથી. યાવત્ મોક્ષ સુધી પહોંચાડવાની તાકાત પરમેષિ-નમસ્કારમંત્રમાં છે, કેમ કે મોક્ષ વીતરાગ દશા આવ્યા પછી જ થાય, અને વીતરાગ દશા માટે સામે આદર્શ રૂપે વીતરાગ જોઈએ, વીતરાગને નમસ્કાર, વીતરાગનું ધ્યાન અને વીતરાગતાસાધકનું આલંબન જોઈએ. એ બધું પરમેષ્ઠિ–નમસ્કારમહામંત્રમાં જ મળે છે. એના પ્રભાવે જ્યાં સમસ્ત અંતરાયાદિ કર્મ તૂટે ત્યાં થોડા અંતરાયાદિ નષ્ટ થઈને જીવનું અનિષ્ટ ટળે અને ઈષ્ટની સિદ્ધિ થાય એમાં શી નવાઈ?
મુખ્ય વાત એ છે કે નવકારમહામંત્રની સાધના અથાગ શ્રદ્ધાબળ સાથે થવી જોઈએ. એ શ્રદ્ધાબળ વિના નવકાર ન ફળે એમાં નવાઈ નથી. આ શ્રદ્ધા એટલે “નવકાર ગણીએ તો પૈસા મળે,” નવકાર ગણીએ તો રેગ જાય.” એવી કામ