________________
૨૦૦
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય
તરત જ ભીલરાજે પણ ધનુષ્ય નીચે મૂકી દીધું અને કહ્યું કે, “તારા પ્રત્યેના સ્નેહથી હિત બનેલા મેં આ ધનુષ્ય ઊપાડયું હતું, પણ હવે તે આપણે ગુરુમહારાજના વચનને આદર કરવામાં તત્પર બનીએ.”
આવેલો સિંહ કઈ દેવ નહે. એણે તો એ પતિપત્નીને ભારે પીડા પમાડીને ફાડી ખાધાં ! પરંતુ વિશુદ્ધ ચિત્ત એ બંનેએ એ ઉપસર્ગને સહ્યો અને મરીને એ બંને સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં. ત્યારબાદ ત્યાંથી આવીને એ બંને રાજસિંહ અને રત્નાવતી નામે રાજારાણી થયાં. ત્યાં પણ શુદ્ધ ધર્મનું તથા નમસ્કારમંત્રનું આરાધન કર્યું. અંતે દીક્ષા લઈને વિશુદ્ધ ચરિત્ર પાળીને બંને જણ સ્વર્ગ, મોક્ષના અધિકારી થયા. તેઓની કેવી અલૌકિક ગુરુવચનમાં શ્રદ્ધા હતી, જે ધર્મ-કર્મને મર્મ જાણતા ન હતા, તેમ જ હિંસા કરીને આજીવિકા ચલાવતા હતા છતાં તેમની ગુરુભકિત અને ગુરુ વચન પર કેવી અચલ શ્રદ્ધા કે ગુરુના વચન ખાતર પિતાના પ્રાણને ઉત્સર્ગ કર્યો. ગુરુ વચનમાં શ્રદ્ધા રાખીને પ્રાણાંત કષ્ટ સહન કર્યું તે કેવાં સુખના ભોક્તા બન્યા, તે જ વાચક તારે સમજીને જીવનમાં આચરવાનું છે. - ગુરુની શીખ માત્ર હિતાર્થે જ હોય. આવી શ્રદ્ધાવંતનું અવશ્ય કલ્યાણ થાય. જપ કરવાથી નહિ પણ શ્રદ્ધાથી જ શ્રેય થાય છે એ વાત કે વિજ્ઞાવાચક! તું સદા સર્વદા ધ્યાનમાં રાખજે.
- આ છે શ્રી નવકારમંત્રને શ્રદ્ધપૂર્વક જપને પ્રભાવ, કે હિંસક જાતિનાં એ બંને એવાં અવસરે ક્ષમાભાવ ધારણ