________________
સાધના વિધિ-વિજ્ઞાન
૧૭૧. - તમે ગુણી સ્વભાવવાળા. તેઓ એમ માને કે ભગવાનનું નામ
સવાર-સાંજ લીધું, જરાતરા આનંદ તે મળે, હવે એની દયા થવાની હશે ત્યારે થશે, જે કાંઈ મળ્યું એ જ ઘણું. એવાઓને તે લાંબે ગાળે ભગવાનને પ્રાપ્ત કરવાની આતુરતા જાગે.
પિતાના અને પરના કલ્યાણ માટે જે કંઈ કરવામાં આવે એ જ ધર્મ—બાકીનું બધું અધર્મ. !'
પાપી, હું તે નિર્બળ, દીન, મારાથી તે શું થવાનું? એવા ભાવ રાખતાં, રાખતાં માણસ ઊલટે વધુ એ થઈ જાય. “નાથામાત્મા બલહીનને લભ્યઃ” જેઓના શરીર અને મન નિર્બળ હેય તેઓનાથી ધર્મ થઈ શકે જ નહિ. તેથી કઈ કામ થાય નહિ. એ બધા નિર્બળતાના ભાવેને ઝાડુ મારી, મારીને રવાના કરી દેવા. ઊલટું એમ કહેવું કે “અસ્તિ અસ્તિ.” મારી અંદર અનંત શક્તિ રહેલી છે. એ શક્તિને જાગ્રત કરવાની છે, જે પિતાને સિંહ સમજે તે સિંહ જેમ પિંજરું તેને બહાર નીકળી આવે તેમ જગતરૂપી જાળ તેડીને મુક્તિ મેળવે. વીર બનવાનું ભય છે, ભય રહિત થવાનું છે, ધર્મ કરે નહિતર તમે જે અંધકારમાં છે તે અંધકારમાં જ ચિરકાળ પડી રહેવાના.
માનવે પિતામાં શ્રદ્ધા કરતાં શીખવું જોઈએ. તે વિચાર, ભાવના, સંકલ્પબળ વડે જે બનવા ધારે તે બની શકે છે. પિતે જે ઈચ્છે તે પ્રાપ્ત કરી શકે છે. માટે બધા જ મને ગત નિર્બળ વિચારોને મનમાંથી દૂર કરીને ઉન્નત વિચારેને ગ્રહણ કરી વિકાસ સાધવે જોઈએ. કર્મને ફલ કર્મની સાથે જ