________________
ઉપર
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય ૯. જપ કરતી વખતે મૌનવ્રતનું પાલન કરવું. ૧૦. કઈ પ્રકારનું અસત્ય, પાપ, પ્રપંચ, લોભ પરના ઘરનું
ભજન, દાન, વગેરે લેવું નહિ. ૧૧. પિતાના ઈષ્ટદેવની પ્રાર્થના કરવી. ૧૨. યથાશક્તિ દાન આપવું. ૧૩ મંત્રજપથી થતા ચમત્કારે કઈને કહેવા નહિ. ૧૪. ઈષ્ટદેવ અને ગુરુ પર પૂર્ણ વિશ્વાસ રાખ. ૧૫. દઢ શ્રદ્ધા અને સંકલ્પ સહિત જપ કરે ૧૬. ગુરુદેવની સેવામાં તત્પર રહેવું અને તેમની કૃપા પ્રાપ્ત
થાય તેમ વર્તવું.
ગુરુ કંચન, ગુરુ પારસ, ગુરુ ચંદન ' સમાન,
તુમ સદ્ગુરુ દીપક ભયે, ગુરુ કિ જ, આપુ સમાન.” * ૧૭. જપ કરતી વખતે સાંસારિક, વ્યવહારિક વિષયને વિચાર
ન કરવા અને મન, વાણી, કર્મમાં ઈષ્ટદેવ તેમ જ માત્રાની ભાવના કરવી. મંત્ર જપ અતિ ઉતાવળે અથવા ધીરે ધીરે કરવા નહિ. હૃદયના ઊંડા ભાગમાં ઊતરી એકાગ્રતાપૂર્વક શાંત ચિત્તે મંત્રનું ઉચ્ચારણ કરવું. જપ કરતી વખતે બહારને શબ્દ કે અવાજ સ ભળાય નહિ તેમ કરવું, અગર કાનમાં મીણ વગેરે નાંખવું. જપ ત્રણ પ્રકારના છે: માનસિક, ઉપાંશુ અને વાચિક મનમાં ને મનમાં ઉચ્ચારણ કરવું એનું નામ માનસિક જપ કહેવાય છે. જેના ઉચ્ચારણથી કાન સાંભળી શકે તે ઉપાંશુ જય છે અને મોટેથી મંત્રોચ્ચાર કરવામાં આવે તેને વાચિક જપ કહે છે.