________________
૧૩૨
મંત્રવિજ્ઞાન અને સાધના રહસ્ય “ૐ નમ: અરિહંતાય” બોલતી વખતે અરિહંતનું મરણ રહેવું જોઈએ. એટલે તેમના ગુણનું પણ ચિંતન થવું જોઈએ. “તેઓ રાગાદિ શત્રુઓથી પર વીતરાગ છે વગેરે તેમના ગુણેનું સાંગોપાંગ કલ્પનામય ચિત્ર મનમાં ખડું થવુ જોઈએ. આવું મરણ દરેક મંત્ર સાથે હોય તે તે મંત્ર છે-તે શક્તિ રૂપ બને છે. મનુષ્યને દુઃખમાં સમતા ધારણ કરવાની શક્તિ આપે છે. ઉપરોક્ત રીતે જપ કરવાથી જપ કરનારના મનમાં જે શક્તિ ભરેલી છે, તે પ્રગટ થાય છે. પરંતુ જપ કરતી વખતે મન બીજા વિચાર કરતું હોય, તે તે બીજા વિચારોનો સાચે જપ બની જાય છે અને મનુષ્ય તે વિચારને અનુરૂપ ફળને પામે છે, અને દેખીતી રીતે જે જપ કરતો હોય છે. તે પોતાની શક્તિને દુર્વ્યય બની જાય છે. મનની અપાર શક્તિને પ્રાપ્ત કરવા માટે માનસશાસ્ત્ર, વિચારશક્તિશાસ્ત્ર વગેરેના અભ્યાસ દ્વારા જાણીને, માનવ મહાન બનવાને ભાગ્યશાળી બને છે.
વિવિધ પ્રકારના મંત્રો અને તેનું ફળ પંચપરમેષ્ઠિ–મત્રના ચિંતનનું ફળ :
મન, વચન અને કાયાની શુદ્ધતાપૂર્વક એક–સો આઠ વાર આ નમસ્કાર-મહામંત્રનું ચિંતન કરનાર મુનિ આહાર કરવા છતાં પણ એક ઉપવાસનું ફળ પ્રાપ્ત કરે છે.
એ મહામંત્રની સમ્યક્ પ્રકારે આરાધના કરીને ગીજન આત્મ-લક્ષમીને પ્રાપ્ત કરીને ત્રણ જગતના પૂજનીય બને છે.