________________
કલ્પના કરી છે તેની સામે દૃષ્ટિ રાખીને બેલે. મનમાં જ બેલે ઓષ્ઠ પણ ન ચાલવા જોઈએ. એ બોલતી વખતે તે પદના અર્થમાં ભાવપૂર્વક મન લગાવીને એમ કહે કે “અરિહંતપ્રભુને હું ભાવપૂર્વક નમસ્કાર કરું છું.' ત્યાર પછી મનને નમે “સિદ્ધાણં' આ પદ પર સ્થિર કરે અને જાપ કરે. ત્યાર પછી મનને આચાર્ય પ્રભુની જે કલ્પના કરી હતી, તેમાં સ્થિર કરવું. અને તેના અર્થમાં તદાકાર બનવું. ત્યાર પછી મનને ઉપાધ્યાય પદમાં લીન કરવું એમ ક્રમશઃ નવે પદની ધારણમાં ચિત્તને સંલગ્ન કરવું તેથી મનની એકાગ્રતા સવિશેષ થશે.
મધ્યમ પ્રકારનો જાપ આ જપમાં માળા હાથમાં લઈને જપ કરવો. કારણ કે એમાં મનને રોકે તેમાં અવલંબને ઓછા છે. તથા જે પદ મુખે બોલાય તેના અર્થ ઉપર ધ્યાન આપવાથી મન સ્થિર થાય છે, એટલે જાપ સિવાય મન બીજે ભટકતું રેકાય છે. અને તેથી જાપનું શ્રેષ્ઠ ફળ મળે છે. અહીંયાં નમસ્કાર મંત્રનું વર્ણન કરેલ છે પરંતુ જપ કરનાર પિતાના ઈષ્ટદેવને પણ જપ કરી શકે છે. જેની જે ભાવના તે પ્રમાણે જપ થઈ શકે છે.
પ્રભુના નામને જપ કરતી વખતે એવું લક્ષ રાખવું કે આ -જાપ કરવાથી મારા મલિન કર્મોને નાશ થાય છે. મારું મન શુદ્ધ થતું જાય છે. વિચારોની શુદ્ધિ થાય છે. અને તેથી આત્માનું સ્વરૂપ પ્રગટ થતું જાય છે. આવી ભાવના દઢ કરીને, સંકલ્પ કરીને પછી જ જાપ શરૂ કરવો. ભાવનાની પ્રબળતા પ્રમાણે જ તમારા મનમાં નવીન ફેરફાર થતે તમે અનુભવશો. મનમાં દઢ સંકલ્પ કરે કે હું જે વખતે જેટલા સમય પરમાત્માનું સ્મરણ કરું છું તે સમયે તેટલીવાર મલિન વિચારે, વાસનાઓ, કે ક ઉપર હથોડાના ઘાની માફક ઘા પડે છે. અને તે કર્મોને નિર્બળ કરી વિખેરી નાંખે છે, જાપનું બળ જેટલું પ્રબળ હશે તેટલું જ કર્મનું બળ ઓછું થશે.