________________
શબ્દ શક્તિનું સામર્થ્ય
૧૦e હિણીયે ચોર હતું. બાપને ધંધે તે પણ કરવા લાગ્યો. જ્યારે ચોરને અંત સમય નજીક આવ્યા ત્યારે તેને જીવ કેમેય કર્યો જાય નહિ. ત્યારે તેના પુત્રે પૂછયું કે, “હે પિતાજી! આપને જીવ શેમાં અટકે છે ?”
તે ચોર બોલ્યો કે, “તું એક પ્રતિજ્ઞા કરે તે મારો જીવન શાંતિથી પરભવમાં ગમન કરે.”
પુત્રે કહ્યું-“હું પ્રતિજ્ઞા કરવા તૈયાર છું. તે સમયમાં પ્રભુ, મહાવીરદેવ તે પ્રદેશમાં વિચરતા હતા અને વારંવાર રાજગૃહી નગરીમાં પણ આવતા હતા. ત્યારે રાજા તેમને પરમ ભક્ત હતે. પ્રભુએ રાજગૃહી નગરીમાં ચૌદ ચતુર્માસ કરેલા હતા. મરણ પથારી પર પડેલા ચારે પોતાના પુત્રને કહ્યું કે આ નગરમાં એક મુંડ (પ્રભુને ઉદ્દેશીને કહે છે ) આવે છે તે મહાધૂર્ત છે. તેને કયારેય પણ તારે દર્શન કરવા નહિ એટલું જ નહિ પણ તેને વચન તારે ભૂલેચૂકે કયારેય પણ સાંભળવા નહિ. આ પ્રતિજ્ઞા તું કરે, તો મારે જીવ સુખે–સુખે ગમન કરે.”
પ્રિય વાચક! તું વિચારજે કે સંસારાસક્ત માનવી અંત સમયે પણ આસક્તિથી મુક્ત થઈ શકતા નથી, એટલું જ નહિ, પણ મરતાં, મરતાં પુત્રને શિક્ષણ પણ આસક્ત ભાવનું આપીને ધન્યતા અનુભવે છે. એ પામરની પામરતા પર તું વિચાર કરીને સદા સર્વદા આસક્ત ભાવથી દૂર રહેજે. પિતાના કહેવાથી અબોધ પુત્રે તેના કહેવા પ્રમાણે પ્રતિજ્ઞા કરી. એકદા પ્રસ્તાવે પ્રભુ મહાવીરદેવ રાજગૃહીમાં પધાર્યા અને તેઓ જનતાને ધર્મ ઉપદેશ આપી રહ્યા હતા. ગાગ રેહિણી