________________
શબ્દશક્તિનું સામર્થ્ય
૧૦૭ કાન સાંભળી શકે અને બીજી રીત એવી છે કે હદયમાં જ મંત્રજપ કર. પિતાને જેમ અનુકૂળ આવે તેમ જપ કરે જોઈએ. જપ કરતાં, કરતાં જ્યારે મુખ દ્વારા જપ કરવાથી શ્રમ જણાય, થાક લાગે અને મનમાં જપ કરવાની ઈચ્છા થાય. ત્યારે માનસિક જપ કરે જોઈએ. જીવનમાં માનવ અનેક વખત એવા સંકટમાં સપડાઈ જાય છે કે તે વખતે શું કરવું તે તેને સૂઝતું નથી. એવે સમયે તેણે કેવળ મંત્રજપને આશ્રય લેવો જોઈએ? તે વખતે મોટેથી ઉરચાર કરીને જપ કરવું જોઈએ. રાતદિવસ જપ કરે જોઈએ. ત્યારે તે જોઈ શકશે કે તેના સંકટોને દૂર કરવાનો માર્ગ પ્રકૃતિદેવીએ ખુલ્લે કરી દીધું છે. તેના સર્વ સંકટ એક પછી એક દૂર થઈ જશે. અને સાધક અતિ આનંદપૂર્વક પોતાનું જીવન વ્યતિત કરી શકશે.
ત્રણ મહિના સુધી સતત નિરંતર ત્રણ કલાક સુધી પ્રાતઃકાળ અને ત્રણ કલાક સાયંકાળ અને ઉતાવળે, ઉતાવળે ઉચ્ચારણ કરતાં કારને જપ કરવાથી ગમે તેવી કઠિન વિપત્તિ હશે તે પણ તેને નાશ થઈ જાય છે. અને મનુષ્યની મનોકામના પરિપૂર્ણ થાય છે. જલદી, જલદી (મેટેથી) શબ્દોચ્ચાર કરવાથી મન અહીં તહીં ભાતું નથી તેથી તે જપમાં જ સંલગ્ન થાય છે. અરે ! ઉપાસકનું મન તેથી એકાગ્ર થઈ જાય છે. સત્ય એ છે કે, એકાગ્રતા એ જ સમસ્ત સફળતાની ગુરુકુંચી છે. શાંત ચિત્ત એકાગ્રતાપૂર્વક મંત્રજપ કરવાથી જ ઈષ્ટ સિદ્ધિ થાય છે. શરૂઆતમાં મોટેથી બેલીને મંત્રજપ કર્યા પછી મનને હૃદયમાં એકાગ્ર કરીને પછી મનમાં જ મંત્રજપ કરવો જોઈએ.