________________
વેલ્સની “આઉટલાઈન ઑફ હિસ્ટરી” (ઈતિહાસની રૂપરેખા) એમાંનું એક અનિવાર્ય પુસ્તક છે. પરંતુ સારા સંદર્ભગ્રંથો અભાવ એ સાચી ખોટ હતી અને એને કારણે કેટલીક બાબતે માત્ર તેને ઉલ્લેખ કરીને જ છેડી દેવી પડી તથા અમુક યુગેનું ખાન ઉપરટપકે કરીને સંતોષ માન પડ્યો.
એ પત્ર અંગત સ્વરૂપના છે. એમાં ઘણું ઉલ્લેખ બહુ જ અંગત છે અને તે કેવળ મારી દીકરીને ઉદ્દેશીને જ કરવામાં આવ્યા હતા. એનું શું કરવું એની મને સમજ પડતી નથી, કેમ કે, સારી પેઠે જહેમત ઉઠાવ્યા વિના એ કાઢી નાખી શકાય એમ નથી. એથી કરીને હું તેમને જેમના તેમ રહેવા દઉં છું. - શારીરિક નિષ્ક્રિયતાને પરિણામે માણસ આત્મનિરીક્ષણ કરવાને પ્રેરાય છે અને તે જુદા જુદા મનોભાવોમાંથી પસાર થાય છે. આ પત્રમાળામાં એ બદલાતા જતા મનોભા સારી પેઠે તરી આવે છે અને વિધ્યનિરૂપણની પદ્ધતિ એક ઈતિહાસકારના જેવી વસ્તુમૂલક નથી. ઈતિહાસકાર હોવાનો મારો દા નથી. આ પત્રોમાં તરણ વયનાં બાળકો માટેના પ્રાથમિક કક્ષાના લખાણનું તથા કેટલીક વાર પુખ્ત વયનાં માણસેના વિચારની ચર્ચાનું બેહૂદુ મિશ્રણ થયેલું છે. એમાં અનેક બાબતનું પુનરાવર્તન થયું છે. સાચે જ, આ પત્રોમાં રહેલી ખામીઓ પારાવાર છે. પાતળા તંતુથી એક બીજા સાથે જોડેલાં એ છીછરાં રેખાચિત્ર છે. મારી હકીકત અને વિચારે મેં તરેહવાર પુસ્તકોમાંથી મેળવ્યાં છે અને અજાણપણે એમાં ઘણી ભૂલે આવી ગઈ હશે. કોઈ અધિકારી ઇતિહાસકાર પાસે એ પત્ર તપાસાવવાને મારો ઇરાદે હતું, પરંતુ હું જે થડે સમય જેલ બહાર રહ્યો તે દરમ્યાન એવી ગેઠવણું કરવાનો મને વખત મળે નહિ.'
આ પમાં ઠેકઠેકાણે મેં મારા અભિપ્રાયે ઘણી વાર ઉગ્રતાથી વ્યક્ત કર્યા છે. હું મારા એ અભિપ્રાયને વળગી રહું છું, પરંતુ
જ્યારે હું એ પત્ર લખી રહ્યો હતો ત્યારે પણ ઈતિહાસ વિષેની મારી દષ્ટિ ધીમે ધીમે બદલાતી જ જતી હતી. આજે જે મારે તે ફરીથી લખવાના હોત તો હું તે જુદી રીતે લખત અથવા તે જુદી વસ્તુ ઉપર ભાર મૂકીને લખત. પરંતુ મારું લખેલું ફાડી નાખીને નવેસરથી લખવું હું શરૂ કરી શકું એમ નથી. ૧લી જાન્યુઆરી, ૧૯૩૪
જવાહરલાલ નેહરુ