________________
ઈરાન અને ચીસ મૃત્યુ ઉપર વિજય મેળવનાર આ પૈર્ય અદ્ભુત છે! થર્મોપલી અને લિયોનિડસ અમર થઈ ગયાં છે અને આટલે દૂર હિંદુસ્તાનમાં પણ એના વિચારથી આપણે રોમહર્ષ અનુભવીએ છીએ. તે પછી આપણા પિતાના લેકે, આપણા પૂર્વજો અને હિંદુસ્તાનનાં સ્ત્રીપુરુષ જેમણે આરંભથી આપણા લાંબા ઇતિહાસકાળ દરમિયાન મોતને હસી કાઢયું છે, જેમણે અપકીર્તિ કે ગુલામી વહોરવા કરતાં મોતને વહાલું કર્યું છે તથા જેમણે જુલમ આગળ શિર ઝુકાવવા કરતાં ફના થવાનું બહેતર ગણ્યું છે, તેમને વિષે આપણે શું કહીશું અને કેવી લાગણી અનુભવીશું? ચિતડ અને તેના અનુપમ ઇતિહાસને તથા તેનાં રજપૂત સ્ત્રીપુરુષની અદ્ભુત વીરતાને વિચાર કરી છે ! વળી ચાલું જમાનાને તેમજ હિંદની આઝાદીને ખાતર મરણથીયે ન ડગનાર આપણા જેવા જ આપણા ઉત્સાહી સાથીઓનો પણ તું વિચાર કરજે.
- થર્મોપેલીએ થોડા વખત માટે તે ઈરાનના સૈન્યને અટકાવ્યું પણ ઝાઝે સમય તેને રોકી શકાયું નહિ. તેની સામે ગ્રીક લકે પાછા હઠતા ગયા અને કેટલાંક ગ્રીક નગર તે તેને તાબે પણ થયાં. પરંતુ મગરૂર ઍથેન્સવાસીઓએ તે તાબે થવા કરતાં પિતાના નગરને નાશ થવા દેવાનું જ વધારે પસંદ કર્યું અને એથેન્સની બધી વસતી શહેર છોડીને ચાલી ગઈઘણુંખરા લેકે વહાણામાં બેસીને ચાલ્યા ગયા. આ નિર્જન શહેરમાં ઈરાની લેકેએ પ્રવેશ કર્યો અને તેમણે તેને બાળી મૂક્યું. પરંતુ હજીયે એથેન્સને કાકાફલે અજેય હતું, અને સેલેમિઝ આગળ નૌકાયુદ્ધ થયું તેમાં ઈરાનના કાફલાનો નાશ છે. આ આપત્તિથી અતિશય નાસીપાસ થઈને ઝર્સીસ ઈરાન પાછો ફર્યો.
આ પછી થોડા સમય સુધી ઈરાન મોટા સામ્રાજ્ય તરીકે ટકી રહ્યું ખરું. પરંતુ મેરેથોન અને સેલેમિઝે તેના પતનની દિશા બતાવી.
એને પતન કેવી રીતે થયું એ આપણે હવે પછી જોઈશું. તે યુગમાં વિદ્યમાન લેકે તે આ વિસ્તીણું સામ્રાજ્યને ડગમગતું જોઈને આશ્ચર્યચકિત થયા હશે. એના ઉપર વિચાર કરીને હિરેડેટસે આ બેધ તાર છે. તે કહે છે કે, “દરેક પ્રજાના ઈતિહાસની ત્રણ અવસ્થાઓ હોય છે. પ્રથમ વિજય, પછીથી વિજયના પરિણામરૂપ ઘમંડ ને અન્યાય, અને અંતે તેના પરિણામે અધપાત અને વિનાશ.”