________________
ઈરાન અને ચીસ
૭૩ વાજવાનાં બંને પલ્લાં સમતલ હોય તો પછી તે અમુક બાજુ જ નમશે એમ માણસ ખાતરીપૂર્વક કેવી રીતે કહી શકે? માણસ એ નથી કહી શકતો. પરંતુ સામાન્ય રીતે, જેઓ કાર્ય કરવાને તત્પર હોય છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે અને જેઓ ભીરુ છે અને દરેક વસ્તુનું માત્ર તોલન કર્યા કરે છે તેમને કદી સફળતા વરતી નથી. ઈરાને કેટલી ભારે સત્તા પ્રાપ્ત કરી છે એ તો તમે જુઓ છે. જે મારા પુરગામી સમ્રાટો તમારા વિચારના હોત અથવા એવા વિચારના ન હોવા છતાં તેમના સલાહકાર તમારા જેવા હોત તો આપણું આટલું મહાન સામ્રાજ્ય કદીયે તમારા જેવામાં ન આવત. જોખમો ઉઠાવીને જ તેમણે આપણને આ સ્થિતિમાં મૂક્યા છે. ભારે જોખમે ઉઠાવ્યાથી જ મહાન વસ્તુઓ સિદ્ધ કરી શકાય છે.”
આ લાંબે ઉતારે મેં અહીં એટલા ખાતર આપે છે કે બીજા કઈ પણ હેવાલ કરતાં તેના આ શબ્દો આપણને ઈરાનના સમ્રાટને સાચો પરિચય આપે છે. પરંતુ એવું બન્યું કે આરતાબનૂસની સલાહ જ સાચી પડી અને ગ્રીસમાં ઈરાનના સૈન્યનો પરાજય થયો. ઝર્સીસ જોકે હારી ગયે તેયે તેના શબ્દો આજે પણ એટલા જ સાચા છે અને આપણે બધાંએ બધ લેવા લાયક છે. અને આજે જ્યારે આપણે મહાન વસ્તુઓની સિદ્ધિને અર્થે પ્રયત્ન કરી રહ્યાં છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણું ધ્યેય સુધી પહોંચતા પહેલાં આપણે ભારે જોખમમાંથી પસાર થવું પડશે.
શહેનશાહ ઝર્સીસ પોતાની મોટી સેનાને એશિયામાઈનરમાં થઈને લઈ ગયો અને ડાર્ડનલ્સની સામુદ્રધુની જેને તે સમયે હેલેન્ટ કહેતા –– ઓળંગી તેને યુરોપની ભૂમિ ઉપર ઉતારી. એમ કહેવાય છે કે માર્ગમાં તેણે ટ્રાય નગરનાં ખંડિયેરેની મુલાકાત લીધી હતી. ત્યાં આગળ પ્રાચીન કાળમાં હેલનને પાછી મેળવવા ગ્રીક વીર લડ્યા હતા. લશ્કર ઉતારવાને હેલેન્ટ ઉપર મોટે પુલ બાંધવામાં આવ્યો હતો અને પાસેની એક ટેકરી ઉપર આરસના સિંહાસન ઉપર બેસીને ઝસીસે એ પુલ ઉપરથી પસાર થતું ઈરાનનું સૈન્ય નિહાળ્યું. હિરેડેટસ કહે છે:
આખીયે હેલેન્ટને વહાણોથી ઢંકાયેલી અને એબિસનાં મેદાને અને દરિયાકિનારાને માણસેથી ભરચક જોઈને પ્રથમ તો ઝસસે પોતાની જાતને ધન્ય માની. પણ પછી તે રોવા લાગ્યા. જેણે પહેલાં કસીસને ગ્રીસ ઉપર ચડાઈ ન કરવાની નિર્ભયતાથી