________________
ઈરાન અને ગ્રીસ
૭૧
ધારુ છું કે એ દરમિયાન ચાંદ એ વાંચવા જેટલી મોટી થઈ હશે, એટલે એની કદર ખૂજનાર કાઈક તો મળી રહેશે.
પણ હવે આપણે પાછાં પ્રાચીન ગ્રીસ અને ઈરાનમાં પહેાંચીએ અને ઘડીભર તેમની વચ્ચે થયેલાં યુદ્ધોને વિચાર કરીએ. આગળના એક પત્રમાં આપણે ગ્રીસનાં નગરરાજ્યો અને જેને ગ્રીક લેાકેા દરાયસ નામથી ઓળખતા હતા તે સમ્રાટના અમલ નીચેના ઈરાનના મહાન સામ્રાજ્યની ચર્ચા કરી હતી. દરાયસનું આ સામ્રાજ્ય માત્ર વિસ્તારમાં જ નહિ પણ સંગઠ્ઠન અને વ્યવસ્થાની દૃષ્ટિથી પણ મહાન હતું. એશિયામાઈનરથી ઠે સિંધુ નદીના કાંઠા સુધી તે વિસ્તરેલું હતું. મિસર તથા એશિયામાઈનરનાં કેટલાંક ગ્રીક નગરોને પણ એ સામ્રાજ્યમાં સમાવેશ થતા હતા. આ વિશાળ સામ્રાજ્યના એક છેડાથી ખીજા છેડા સુધી જતા સરસ રસ્તા હતા. તે રસ્તા ઉપર નિયમિત રીતે શાહી સરકારની ટપાલની આવા થતી. એક યા બીજા કારણસર દરાયસે ગ્રીસનાં નગરરાજ્યો જીતી લેવાના નિશ્ચય કર્યો અને એ વિગ્રહ દરમિયાન કેટલીક ઇતિહાસપ્રસિદ્ધ લડાઈ ઓ થઈ.
આ યુદ્દોનો જે હેવાલ આપણને મળે છે તે હિરોડેટસ નામના એક ગ્રીક તિહાસકારે લખેલા છે. જેના હેવાલ તેણે લખ્યું છે તે યુદ્ધ પ્ રું થયા પછી થોડા જ વખતમાં તે જન્મ્યા હતા. ગ્રીક લેાકા તરફ તેનું વલણ પક્ષપાતી હતું એ ખરું, પરંતુ તેનું મ્યાન અતિશય રસિક છે. આ પત્રામાં તેના ઇતિહાસમાંથી હું તને કેટલાક ઉતારા આપવાને છું.
ઈરાનીઓના ગ્રીસ ઉપરનો પહેલો હુમલો નિષ્ફળ ગયો કેમકે તેમના સૈન્યને કૂચ કરતાં માર્ગમાં રોગચાળાથી અને ખારાકનીતંગીને લીધે ભારે નુકસાન થયું. ગ્રીસ પહોંચતાં પહેલાં જ એ સૈન્યને પાછું કરવું પડયું. એ પછી બીજો હુમલા ઈ. સ. પૂ. ૪૯૦ની સાલમાં થયો. આ વખતે ઈરાનના સૈન્યે જમીનમાગ છેડીને સમુદ્રના રસ્તા લીધા અને ઍથેન્સ નજીક મૅરેથાન નામના સ્થળે તે ઊતર્યું. ઍથેન્સવાસી અતિશય ભયભીત બની ગયા કારણકે તે સમયે ઈરાનના સામ્રાજ્યના સામર્થ્યની હાક વાગતી હતી. ડરના માર્યાં ઍચેન્સવાસીઓએ પોતાના જૂના દુશ્મન સ્પાર્ટાવાસીઓ સાથે સુલેહ કરવાના પ્રયત્ન કર્યાં અને તેમના ઉભયના દુશ્મનનેા સામના કરવા માટે તેમની મદદની માગણી કરી. પરંતુ ૧. ઇન્દિરાની ફ્રેઈની છેાકરી ચંદ્રલેખા પડિત,