________________
સપત્તિ કથાં જાય છે?
૧૯
માટે રાખી લેતા. આ રીતે તે દિનપ્રતિદિન વધારે ને વધારે સમૃદ્ધ થતા ગયા. અને ખેતરમાં મજૂરી કરનારા લેાકેાને માત્ર જીવવા પૂરતા જ ખારાક મળવા લાગ્યો. પછીથી તે એવા પણ સમય આવ્યે કે આ વ્યવસ્થા અને વહીવટ કરનારા એટલા બધા આળસુ બની ગયા કે વહીવટનું કામ કરવાની આવડત પણ તેમને રહી નહિ. તે કશુંયે કામ કરતા નહિ, પણ મજૂરી કરનારા લેાકાએ પેદા કરેલા માલમાંથી સારા સરખા હિસ્સા પડાવવાની માત્ર ખાસ કાળજી રાખતા. આખરે તે એમ માનવા લાગ્યા કે, પોતે કશું પણ કર્યા વિના ખીજાની મજૂરી ઉપર એ રીતે જીવવાને તેમને પૂરેપૂરો અધિકાર છે. આ ઉપરથી તને સમજાશે કે માનવસમાજમાં ખેતી દાખલ થઈ તેથી સમાજજીવનમાં ભારે પરિવર્તન થયું. ખારાક પેદા કરવાની પતિ સુધારીને તથા તે સહેલાઈથી મેળવી શકાય એવી યેાજના કરીને ખેતીએ સમાજના આખા પાયે બદલી નાખ્યા. તેણે લેાકાને નવરાશ આપી. આમ ભિન્ન ભિન્ન વર્ગો સમાજમાં પેદા થયા. ખારાક મેળવવા માટે બધા જ લકાને મહેનત નહોતી કરવી પડતી એટલે થોડા લોક આજે કામે વળગ્યા. પરિણામે અનેક પ્રકારના હુન્નરા ચાલુ થયા અને નવા નવા ધંધારોજગાર ઊભા થયા. પણ સત્તા તે વહીવટ કરનારા વના હાથમાં જ રહી.
ખારાક અને બીજી જરૂરી વસ્તુઓ પેદા કરવાની નવી રીતોથી સમાજમાં કેવા ભારે ફેરફારો થયા છે એની તને પાછળના સમયના હીતહાસમાં વધારે જાણ થશે. મનુષ્યને બીજી ઘણી વસ્તુઓની ખારાક જેટલી જ જરૂર પડવા લાગી. એથી કરીને માલના ઉત્પાદનની પતિમાં ભારે ફેરફાર થતાં પરિણામે સમાજવનમાં પણ ભારે ફેરફારો થવા લાગ્યા. આને એક દાખલો આપું. કારખાનાંઓમાં તેમજ રેલવેગાડી અને આગમેટામાં વરાળના ઉપયાગ થવા માંડયો ત્યારે સંપત્તિનાં ઉત્પાદન તેમજ વહેંચણીમાં ભારે ફેરફાર થયા. કારીગર લોકા સાદાં એજારાથી કે પોતાના હાથ વડે વસ્તુઓ બનાવી શકે તે કરતાં અનેકગણી ત્વરાથી તે વસ્તુઓ વરાળથી ચાલતાં કારખાનાંઓમાં અની શકે. મોટાં યંત્રા. ખરી રીતે પ્રચર્ડ એજારે જ છે. વળી રેલવેગાડી તથા આગાટાએ ખારાક તથા કારખાનાંમાં બનેલી ચીજોને દૂર દૂરના દેશોમાં ત્વરાથી લઈ જવામાં મદદ કરી. આ વસ્તુએ દુનિયાભરમાં કેવા ફેરફાર કર્યાં હશે, એની તું કલ્પના કરી લેજે.