________________
$$$
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
'
છે.
–
કેવળ સત્તાની વેદી આગળ જ પૂજા કરતા હતા, એક માત્ર સત્તા ઉપર જ તેને સાચા પ્રેમ હતો. અને તે અણુધડપણે નહિ પણ એક કલાકારની પેઠે તેને ચહાતા હતા. તે કહેતો, · સત્તા ઉપર મતે પ્રેમ - હા સત્તાને હું ચાહું છું, પણ તે એક કળાકારની રીતેઃ તેમાંથી ભાતભાતના અવાજો અને સવાદી મૂરો પેદા કરવાને એક ડિલ વગાડનાર ફિલને ચાડે છે તેમ.' પરંતુ વધારે પડતી સત્તાની ખેાજ જોખમકારક હોય છે અને એની પાછળ પડનાર વ્યક્તિ કે પ્રજાનું પતન અને વિનાશ વહેલા મોડા અવશ્ય થાય જ છે. એ રીતે નેપોલિયનનું પણ પતન થયું અને એમ થયું એ ઠીક જ થયું.
દરમ્યાન ખુ↑ રાજાએ ફ્રાંસમાં રાજ્ય કરતા હતા. પરંતુ તેમને વિષે એવું કહેવાતું હતું કે ખુવશી કદીયે કશું શીખ્યા નહિ અને કશું ભૂલ્યા પણ નહિ. તેપોલિયનના મરણ બાદ નવ વરસમાં ફ્રાંસ તેમનાથી થાકી ગયું અને તેણે તેમને ઉથલાવી પાડચા. નવા રાજવંશની સ્થાપના કરવામાં આવી, તથા નેપોલિયનની યાદગીરી પ્રત્યે શુભેચ્છા દર્શાવવાના હેતુથી વેન્ડોમેના સ્થંભ ઉપરથી તેનું પૂતળુ દૂર કરવામાં આવ્યું હતું તે તેના ઉપર ફરીથી ઊભું કરવામાં આવ્યું. અને વૃદ્ધાવસ્થાને કારણે આંધળી થયેલી તેપોલિયનની દુ:ખી માતા ખાલી ઊંડી : ‘ સમ્રાટ કરી પાળે પૅરીસમાં આવી પહોંચ્યા છે.