________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન એમ હતું અને વિશાળ સામ્રાજ્યનાં સ્વમાં તેના મનમાં રમી રહ્યાં હોવા જોઈએ. ભૂમધ્ય સમુદ્રના અંગ્રેજ કાફલાને થાપ આપીને તે ઍલેકઝાંડ્રિયા પહોંચે.
એ સમયે મીસર ઉસ્માની તુર્ક સામ્રાજ્યને એક ભાગ હતું. પરંતુ એ સામ્રાજ્ય નબળું પડ્યું હતું અને ખરી રીતે મીસરમાં હવે મેમેલ્યુક લોકોને અમલ ચાલતો હતે. તુકના સુલતાનની તેમના ઉપર 'નામની જ આણ વર્તતી હતી. ક્રાંતિ અને શેધળોએ યુરોપને ભલે ખળભળાવી મૂક્યું હોય પરંતુ મેમેલ્યુક લેકે તો હજીયે મધ્યયુગના લેકના જેવું જીવન જીવતા હતા. એમ કહેવાય છે કે, નેપોલિયન કેરે પહોંચ્યો ત્યારે એક મેમેલ્યુક સરદાર રેશમનો ઝળહળતો પિષક અને સુવર્ણજડિત બખ્તર પહેરીને ઘોડા ઉપર સવાર થઈને ફેંચ સૈન્ય પાસે આવી પહોંચે અને તેના નાયકને કંઠયુદ્ધ માટે આહ્વાન આપવા લાગ્યું. પરંતુ એ આહ્વાનને એ બીચારાને ગોળીબાર દ્વારા વીર યોદ્ધાને ન છાજે એ અઘટિત જવાબ વાળવામાં આવ્યું. થોડા જ વખતમાં નેપોલિયને પિરામિડના યુદ્ધમાં વિજય મેળવ્યો. છટાદાર દેખાવો કરવાને તેને શોખ હતે. ઘોડા ઉપર સવાર થઈને પિરામિડ આગળ પોતાના સૈન્યની સામે આવીને તેમને ઉદ્દેશીને તે બોલ્યા: “સૈનિકે, ૪૦ સદીઓ તમને નિહાળી રહી છે !' . નેપલિયન જમીન ઉપરની લડાઈમાં પાવરધા હતા અને એવાં યુદ્ધોમાં તે તે વિજય મેળવતો રહ્યો. પરંતુ સમુદ્ર ઉપર તે લાચાર હતા. દરિયાઈ લડાઈ વિષે એને કશી ગતાગમ નહોતી અને એની પાસે કુશળ નૌકા સેનાપતિઓ હોય એમ જણાતું નથી. એ સમયે ઇંગ્લંડને ભૂમધ્ય સમુદ્રને નૌકાકાલે એક પ્રતિભાશાળી પુરુષની સરદારી નીચે હતે. એ પુરુષ તે હોરેશિયે નેલ્સન. એક દિવસે મગજ ફેરવીને નેલ્સન છેક બારા સુધી આવી પહોંચ્યો અને ફ્રેંચ નકા કાફલાને તેણે નાશ કર્યો. એ નૌકા યુદ્ધ નાઈલના યુદ્ધ તરીકે ઓળખાય છે. આ રીતે પરદેશમાં નેપલિયનને ક્રાંસ સાથે સંબંધ તૂટી ગયે. તે ત્યાંથી છટકીને છૂપી રીતે ફ્રાંસ જઈ પહોંચ્યું પરંતુ એમ કરીને પિતાના સૈન્યને તેણે ભેગ આપે.
વિજય અને થોડી લશ્કરી કીર્તિ પ્રાપ્ત થવા છતાં નેપોલિયનની પૂર્વ તરફની ચડાઈ નિષ્ફળ નીવડી. એ જાણવા જેવું છે કે નેલિયન મીસરમાં પિતાની સાથે સંખ્યાબંધ પંડિતે, વિદ્વાને તથા અનેક પ્રકારનાં પુસ્તકો તથા પ્રયોગની સાધનસામગ્રી સાથે અધ્યાપકોને લઈ ગયા હતા.