________________
પક જગતના ઇતિહાસનું રેખાદર્શન પાખંડ કે છળ નથી હોતાં. પ્રત્યાઘાતી સરકાર તે છળ અને છેતરપિંડીના વાતાવરણમાં જ રહે છે, કેમ કે તેનું સાચું સ્વરૂપ ઉઘાડું પડી જાય તે પોતે ટકી ન શકે એની તેને પૂરેપૂરી ખબર હોય છે. તે સ્વતંત્રતાની વાત કરે છે અને એના ઓઠા નીચે તે પિતાની મરજીમાં આવે તે કરવાને ઈરાદે રાખે છે. તે ન્યાયની વાતો કરે છે અને તે દ્વારા જેમાં પિતે ટકતી અને કૂલતીફાલતી હોય તે સમાજવ્યવસ્થાને કાયમને માટે ટકાવી રાખવા ચાહે છે, પછી ભલેને બીજાઓનું સત્યાનાશ વળી જાય. પરંતુ આ બધા કરતાં વિશેષ કરીને તે તે કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે અને એ વિધાનને આશરે લઈને તે લેકેને ગળીથી વધે છે, તેમની કતલ કરે છે, તેમને કેદમાં પૂરે છે તથા એવાં બીજા બેકાયદા અને ગેરવાજબી કૃત્ય કરે છે. આ કાયદો અને વ્યવસ્થા'ના નામથી આપણા સેંકડે દેશબંધુઓ ઉપર ખાસ અદાલત સમક્ષ કામ ચલાવવામાં આવ્યું છે અને તેમને મતની સજા ફરમાવવામાં આવી છે. એને જ નામે અઢી વરસ ઉપર પેશાવરમાં એપ્રિલ માસમાં આપણા બહાદુર અને નિઃશસ્ત્ર પણ ભાઈઓ ઉપર મશીનગનથી ગેળીબાર કરીને તેમને સંહાર કરવામાં આવ્યા હતા. અને એ જ “કાયદો અને વ્યવસ્થાને ખાતર બ્રિટિશ હવાઈ દળનાં વિમાને આપણી સરહદ ઉપરનાં ગામડાંઓ ઉપર તેમ જ ઈરાકમાં બેબને વરસાદ વરસાવે છે અને કશો વિવેક રાખ્યા વિના સ્ત્રી પુરૂષ તથા બાળકોના જીવ લે છે અથવા તે તેમને આખી જિંદગી માટે અપંગ કરી મૂકે છે. વિમાન આવતું જોઈ લેકે નાસી છૂટીને રખે બચી જવા પામે એટલા ખાતર પશાચિક તદબીર અજમાવીને અમુક સમય પછી જ ફૂટે એવા બોંબ બનાવવામાં આવે છે. દેખીતી રીતે જ એવા બે અમુક વખત પછી જ ફૂટે છે અને પડતાંવેંત કશી હાનિ કરતા નથી. ભય જતે રહ્યો છે એમ માનીને ગામના લેકે પિતપિતાને ઘેર પાછા કરે છે. અને થોડી જ વારમાં બોંબ ફૂટે છે અને જાનમાલને સંહાર
કરડે લે કે ઉપર ઝઝુમી રહેલા ભૂખમરાના રોજિંદા ત્રાસને તું વિચાર કરી છે. આપણી આસપાસનાં દુઃખે નિહાળીને આપણે નઠેર બની જઈએ છીએ. આપણે એમ માનીએ છીએ કે મજૂરો તથા કિસાને તે આપણા કરતાં વધારે કઠણ હોય છે અને યાતનાની તેમના ઉપર ઝાઝી અસર થતી નથી. આપણું અંતરાત્માને ડંખ શાંત પાડવા