________________
કાંતિ અને પ્રતિકાંતિ
૧૪૯ આ રીતે ક્રાંતિને અંત આવ્યો અને તેની સાથે જ આદર્શવાદીઓનાં અનેક ઉજજવળ સ્વપ્નને તેમ જ ગરીબ લેકેની આશાનો પણ અંત આવ્યું. એમ છતાંયે તે જે પ્રાપ્ત કરવા ચહાતી હતી તેમાંનું ઘણુંખરું તેણે પ્રાપ્ત કર્યું પણ ખરું. કઈ પણ પ્રતિ-ક્રાંતિ દાસપ્રથા “સર્કડમ” એટલે કે દાસ યા આસામી પ્રથાને ફરીથી દાખલ કરી શકે એમ નહોતું, તેમ જ બુ વંશના રાજાઓ – ફ્રાંસના તે સમયને રાજવંશ બુ વંશ કહેવાતું હતું – ફરીથી ફ્રાંસના રાજ્યાસન ઉપર આવ્યા ત્યારે તેઓ પણ ખેડ તેને વહેંચી આપવામાં આવેલી જમીને તેમની પાસેથી પાછી લઈ શક્યા નહિ. ખેતરમાં કામ કરતા તેમ જ શહેરના સામાન્ય માણસની દશા પહેલાં કરતાં તે ક્યાંયે સુધરી ગઈ હતી. ખરેખર ક્રાંતિ પહેલાંના સમય કરતાં તે કેરના અમલ દરમ્યાન પણ તેમની સ્થિતિ વધારે સારી હતી. કેર તેમની સામે નહિ પણ ઉપલા વર્ગના લેકની સામે વર્તાવવામાં આવ્યો હતો, જે કે ક્રાંતિના છેવટના સમયમાં તે ગરીબ વર્ગને પણ વેઠવું પડ્યું હતું.
ક્રાંતિને તે અંત આવ્યો પરંતુ પ્રજાતંત્રના વિચારે આખા યુરોપમાં ફેલાયા અને તેની સાથે “મનુષ્યના અધિકારની જાહેરાત'ના સિદ્ધાંતોને પણ ફેલાવે છે.