________________
પર
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
પૂર્વીમાં છે. એટલે પ્રત્યે પૂર્વ તરફ — ઊગતા સૂર્યની દિશામાં ગયા હતા. કદાચ તે સમયે તેણે એમ ધાયુ હશે કે પોતે દુનિયાના સૌથી પૂર્વ તરફના પ્રદેશમાં આવ્યો છે; અને તેથી તેણે તેને એવું નામ આપ્યું. ઈશુ પહેલાં અગિયારસા વરસ પૂર્વે કી-સેથી કારિયાના ઇતિહાસના આરંભ થાય છે. જીન્સેએ ચીનનાં કળાકાશલ્ય — ઘર બાંધવાની કળા, ખેતીની કળા તથા રેશમ બનાવવાની કળા — આ નવા દેશમાં દાખલ કર્યાં. ીસે પછી ખીજા ચીની વસાહતીઓ પણ ત્યાં આવ્યા અને તેના વંશજોએ ચાસન ઉપર ૯૦૦ વરસ સુધી રાજ્ય કર્યું
પણ ચાસન કંઈ સાથી પૂમાં આવેલા દેશ નહેાતો. આપણે જાણીએ છીએ કે તેની પૂર્વમાં જાપાન છે. પણ કીન્સે ચેસનમાં પહોંચ્યા તે સમયે જાપાનમાં શું બની રહ્યુ હતું તેની આપણને કઈ જ ખબર નથી. જાપાનના ઇતિહાસ ચીનના ઇતિહાસ જેટલા અથવા કારિયા કે ચેાસનના ઇતિહાસ જેટલો પ્રાચીન નથી. જાપાનના લોકા કહે છે કે તેમના પહેલા સમ્રાટનું નામ જિમ્મુ-ટેનુ હતું અને તે ઈશુ પહેલાં ૬૦૦ કે ૭૦૦ વરસ ઉપર રાજ્ય કરતા હતા. તે સૂર્ય દેવીના વંશમાંથી ઊતરી આવ્યા છે એમ જાપાનના લેકે માનતા હતા. જાપાનમાં સૂર્યને દેવ નહિ પણ દેવી માનવામાં આવતી હતી. જાપાનને આજને સમ્રાટ જિમ્મુ-ટેનુને સીધા વંશજ મનાય છે અને તેથી ધણા જાપાની લોકા તેને સૂર્યના વંશજ માને છે.
તું જાણે છે કે એ જ રીતે આપણા દેશમાં પણ રજપૂતા પેાતાને સૂર્ય કે ચંદ્રના વંશજો તરીકે ઓળખાવે છે. સૂ`વશી અને ચંદ્રવંશી એવાં તેમનાં એ કળા છે. ઉદ્દેપુરના મહારાણા સૂર્યવંશીના વડે છે અને ભૂતકાળમાં ઘણા લાંબા કાળ પૂર્વ સુધી તે પોતાની વંશાવળી લખાવે છે. આપણા રજપૂત લા અદ્ભુત પ્રજા છે અને તેમનાં પરાક્રમ અને વીરતાની વાતોને પાર નથી.