________________
ફ્રાંસની ક્રાંતિ
૬૩૧
ચહાતા હતા અને તેને બંધારણીય રાજા તરીકે રહેવા દેવા તૈયાર હતા. આ ઉપરાંત ત્યાં મવાળ અને ઉદ્દામ પ્રજાતંત્રવાદીઓના પક્ષે હતા. મવાળ અથવા નરમ દળના પ્રજાત ંત્રવાદીઓના પક્ષ જીરેાંદ ' પક્ષ તરીકે ઓળખાતા હતા અને ઉદ્દામ પ્રજાતંત્રવાદીઓનેા પક્ષ ‘જૅકામિન’ પક્ષને નામે ઓળખાતા હતા. તેઓ પોતાના પક્ષની સભા ‘કામિન’ મઠના ખંડમાં ભરતા તે ઉપરથી તેમના પક્ષનું નામ ‘જૅકાબિન’ પક્ષ પડયું છે. ક્રાંતિમાં આટલા પ્રધાન પક્ષેા હતા અને એ બધામાં તેમ જ તેમની બહાર ઘણાયે સાહિસક ખેલાડીઓ અને તકસાધુ હતા. આ બધા પક્ષા અને વ્યક્તિની પાછળ પોતાના જ વર્ગના અનેક અજ્ઞાત નેતાઓની દારવણીથી સક્રિય પગલું ભરવાને કટિબદ્ધ થયેલી ક્રાંસની અને ખાસ કરીને પૅરીસની જનતા હતી. વિદેશામાં અને ખાસ કરીને ઇંગ્લેંડમાં ક્રાંતિને કારણે દેશમાંથી ભાગી આવેલા અને આશ્રિત તરીકે રહેલા ફ્રાંસના અમીરઉમરાવેા હતા. તે ક્રાંતિની સામે નિરંતર અનેક રચી રહ્યા હતા. યુરોપનાં બધાં રાજ્યા ક્રાંતિકારી ક્રાંસનાં વિરોધી હતાં. પામેન્ટના શાસનવાળું પરંતુ અમીરીનું ઉપાસક ઇંગ્લંડ તેમ જ યુરોપ ખંડના ખીજા દેશના રાજા તથા સમ્રાટ આમજનતાના આ અજબ ઉત્પાતથી અતિશય ડરી ગયા હતા અને તેને કચરી નાખવાના પ્રયત્ન કરતા હતા.
કાવતરાં
?
રાજા અને તેના પક્ષકારે। કાવાદાવા રમવા ગયા, પરંતુ એમ કરીને તેમણે પોતાને જ વિનાશ નેતર્યાં. રાષ્ટ્રસભામાં આરંભમાં નરમઢળના વિનીત યા મવાળ પક્ષનું મહત્ત્વ વધારે હતું. એ પક્ષને ઇંગ્લંડ કે અમેરિકાના જેવું રાજ્યબંધારણ જોઈતું હતું. જેના નામને તને પરિચય છે તે મિરામા એ પક્ષના નેતા હતા. એ પક્ષ એ વરસ સુધી રાષ્ટ્રસભામાં સત્તાધીશ રહ્યો અને ક્રાંતિને આરંભમાં મળેલી સફળતાથી ઉત્સાહમાં આવી જઈ તે તેણે મોટી મોટી જાહેરાતો કરી હતી તથા કેટલાક મહત્ત્વના ફેરફારો પણ કર્યાં હતા. બાસ્તિયના પતન પછી ૨૦ વિસ બાદ ૧૭૮૯ના ઑગસ્ટની. ૪થી તારીખે રાષ્ટ્ર-સભામાં એક અસાધારણ દૃશ્ય રજૂ થયું. એ દિવસે રાષ્ટ્ર-સભામાં ચૂડલ વ્યવસ્થાના હક્ક તથા લાગાઓને નાબૂદ કરવા વિષે ચર્ચા ચાલતી હતી. ક્રાંતિના એ દિવસેામાં ક્રાંસના વાતાવરણમાં કંઇક અવનવી વસ્તુ વ્યાપી રહી હતી અને તેણે લેાકાના હ્રદય સુધી પ્રવેશ કર્યાં હતા. અને થાડા સમય માટે તે સ્વાત ંત્ર્યની એ મદિરાએ ફ્રાંસના