________________
૧૮
જગતના ઇતિહાસનું રેખાદર્શીન
જ્યારે તેણે ભાગી જવાના પ્રયાસ કર્યાં અને એમ કરતાં તેને પકડવામાં આવ્યો ત્યારે જ ફ્રાંસે રાજા વિના ચલાવી લેવાના સંકલ્પ કર્યાં.
પરંતુ એ તે પાછળથી થવા પામ્યું. દરમ્યાન સ્ટેટ્સ-જનરલ નેશનલ ઍસેમ્બલી એટલે કે રાષ્ટ્ર-સભા બની ગઈ અને રાજા હવે બંધારણીય રાજા એટલે કે રાષ્ટ્ર-સભા અથવા પાર્લમેન્ટની સલાહ પ્રમાણે વનારા શાસક થયા છે એમ માનવામાં આવ્યું. પણ એ વસ્તુને રાજા ધિક્કારતા હતા અને રાણી તા એથીયે વિશેષ ધિક્કારતી · હતી; અને પૅરીસના લકાના પણ તેમને માટે કશો પ્રેમ ઊભરાઈ જતા નહોતા. તેમને તો એવી શંકા હતી કે રાજા અનેક પ્રકારના કાવાદાવા તથા કાવતરાં કરી રહ્યો છે. તે સમયે રાજા તથા રાણી પોતાને દરબાર ભરતાં હતાં તે વર્સાઈ નગર પૅરીસથી દૂર હતું એટલે રાજધાનીના લકા તેમના ઉપર દેખરેખ રાખી શકે એમ નહોતું. વર્સાઈના વૈભવિવલાસ તથા મિજબાનીની વાતેા તથા અફવાઓએ પૅરીસના ભૂખે મરતા લોકાને ઉત્તેજિત કરી મૂકયા. એથી કરીને પૅરીસના લાકાએ પહેલાં કદી પણ જોવામાં ન આવેલા એવા એક વિચિત્ર પ્રકારના સરઘસમાં રાજા રાણીને પૅરીસ આણી તેમને ત્યાંના ટ્યુલરીઝ નામના રાજમહેલમાં રાખ્યાં.
મારા હવે પછીના પત્રમાં હું ફ્રેંચ ક્રાંતિની વાત આગળ ચલાવીશ.