________________
९२४
જગતના ઇતિહાસનું રેખાદર્શન તેને નિહાળવાનો પ્રયત્ન કરશે તે તમને જણાશે કે, એ જનતા પણ અલગ અલગ ઘટકો અથવા વ્યક્તિઓના સમુદાયની બનેલી છે. જેના પ્રત્યેક ઘટક કે વ્યક્તિને પિતાનું અંતઃકરણ હોય છે, પોતાનાં સુખદુઃખ હોય છે તેમ જ દરેકને પોતાનાં રુધિરમાં હોય છે, તથા ચુંટી ખણે તો તે દરેકને લેહીં પણ નીકળે છે.'
આ વર્ણન કેવળ ૧૭૮૭ની સાલના ક્રાંસને જ નહિ પરંતુ ૧૯૩રની સાલના હિંદુસ્તાનને પણ કેટલું બધું લાગુ પડે છે ! આપણામાંના ઘણા પણ હિંદની જનતાને– તેના કરડે કિસાન તથા લાખો શ્રમજીવીઓને એક સમુદાય તરીકે નથી લેખતા તથા તેને દુઃખી અને બેડોળ એવા એક જ પશુ તરીકે નથી ગણતા? લાંબા સમયથી તેમની દશા ભાર વહેનાર પશુના જેવી જ રહી છે અને આજે પણ તેમની એ જ હાલત છે. આપણે તેમના પ્રત્યે હમદર્દી દાખવીએ છીએ અને તેમના હિતૈષી બનીને તેમનું ભલું કરવાની વાત કરીએ છીએ. અને આમ છતાં આપણે તેમને આપણાં જેવી જ વ્યકિતઓ કે મનુષ્ય તરીકે ભાગ્યે જ ગણીએ છીએ. આપણે એ યાદ રાખવું ઘટે કે, તેમનાં માટીનાં ઝૂંપડાંમાં તેઓ પિતાનું નિરાળું વ્યક્તિગત જીવન જીવે છે અને આપણી પિઠે જ ભૂખ, ટાઢ અને પીડાની લાગણી અનુભવે છે. આપણા કેટલાક કાયદાના પંડિત રાજદ્વારી પુરુષ રાજબંધારણ તેમ જ એવી બીજી વસ્તુઓની વાતે તથા વિચાર કરે છે. તેમની એ વિચારણામાં જેમને માટે એ રાજબંધારણ કે કાયદાઓ ઘડવામાં આવે છે તે મનુષ્યને તે સ્થાન હતું જ નથી. માટીનાં ઝુંપડાંમાં તથા શહેરનાં ઘેલકાઓમાં વસતા આપણું કરડે લેકેનું રાજકારણ એટલે કે, ભૂખ્યાઓને માટે ખરાક, પહેરવાનાં કપડાં અને રહેવાનાં ઘર.
૧૬મા લૂઈના અમલમાં ફ્રાંસની આ દશા હતી. એના રાજ અમલના આરંભમાં જ ત્યાં આગળ ભૂખમરાને કારણે રમખાણો થવા લાગ્યાં હતાં. ઘણું વરસ સુધી એ રમખાણે ચાલુ રહ્યાં, પછી છેડા વખત સુધી શાંતિ રહી અને ત્યાર પછી ફરી પાછાં છે તેનાં બડે થવા લાગ્યાં. દીજોમાં થયેલા ખોરાક માટેના એક હુલ્લડ વખતે ત્યાંના ગવર્નરે ભૂખે મરતા લે કેને ઉદ્દેશીને કહ્યું કે, “હવે ઘાસ ઊગવા લાગ્યું છે, જાઓ ખેતરમાં અને ચરી ખાઓ. સંખ્યાબંધ લેકે ધંધાદારી ભિખારીઓ થઈ ગયા. ૧૭૭૭ની સાલમાં સત્તાવાર જાહેર કરવામાં આવ્યું હતું કે કાંસમાં એ વખતે ૧૧ લાખ ભિખારીઓ હતા. જ્યારે