________________
અમેરિકા ઇંગ્લેડથી છૂટું પડી જાય છે ૧૧૩ અમેરિકાનાં ઉત્તરનાં સંસ્થાનો કંઈક જુદા પ્રકારનાં હતાં. “મેફલાવરના યાત્રીપૂર્વજો” જે પૂરીટન” પરંપરા પિતાની સાથે લાવ્યા હતા તે હજી ત્યાં ચાલુ રહી હતી. ત્યાં આગળ દક્ષિણના જેવાં વિશાળ નહિ પણ નાનાં નાનાં ખેતરે હતાં. આ ખેતરોમાં ગુલામેની કે સંખ્યાબંધ મજૂરની જરૂર નહોતી. અને ત્યાં આગળ જમીનને તે તેટે જ નહોતે, એટલે સ્વાભાવિક રીતે જ દરેક વસાહતી પિતાનું અલગ ખેતર તૈયાર કરીને સ્વતંત્ર થવા જ પ્રેરાતે. એટલે ઉત્તરના પ્રદેશના વસાહતીઓમાં : સમાનતાની ભાવના પેદા થવા પામી.
આ પ્રમાણે આ સંસ્થાનોમાં બે પ્રકારની અર્થવ્યવસ્થા વિકસતી આપણે જોવામાં આવે છે. ઉત્તરના સંસ્થાનોની અર્થવ્યવસ્થા નાના નાનાં ખેતરે અને સમાનતાની ભાવના ઉપર રચાયેલી હતી, જ્યારે દક્ષિણનાં સંસ્થાનોની અર્થવ્યવસ્થા જેને ઑન્ટેશન” કહેવામાં આવતાં . એવાં વિશાળ ખેતરે અને ગુલામીના પાયા ઉપર રચાયેલી હતી. રેડ ઈન્ડિયાનું તે આ બેમાંથી એકે વ્યવસ્થામાં સ્થાન નહોતું. એટલે એ ખંડના આ આદિવાસીઓ ઉત્તરોત્તર પશ્ચિમ તરફ ધકેલાતા ગયા. રેડ ઈન્ડિયનોના માંહોમાંહેના ઝઘડા તથા તેમના અનેક વિભાગેને કારણે આ પ્રક્રિયા વધારે સફળ બની. - ઈગ્લેંડના રાજા તથા ત્યાંના મેટામોટા જમીનદારનું આ સંસ્થાનમાં, ખાસ કરીને દક્ષિણનાં સંસ્થાનમાં ભારે હિત સંકળાયેલું હતું. તેઓ એમાંથી બની શકે એટલે વધારે લાભ લેવાની કોશિશ કરતા હતા. સાત વરસના વિગ્રહ પછી અમેરિકાનાં એ સંસ્થાને પાસેથી નાણું કઢાવવાને ખાસ પ્રયાસ કરવામાં આવ્યું. ઇંગ્લંડની પાર્લામેન્ટમાં જમીનદારોનું પ્રભુત્વ હોવાથી તે અમેરિકાનાં સંસ્થાનું બની શકે એટલ શેષણ કરવાને ઉત્સુક હતી, એટલે તેણે એ બાબતમાં રાજાને ટેકો આપ્યો. ત્યાં આગળ કર નાખવામાં આવ્યા અને વેપાર ઉપર અંકુશ મૂક્વામાં આવ્યા. તને યાદ હશે કે હિંદમાં પણ આ જ અરસામાં અંગ્રેજોએ બંગાળમાં કારમું શોષણ કરવા માંડ્યું હતું. વળી હિંદના વેપારના માર્ગમાં અનેક પ્રકારના અંતરાયો પણ નાંખવામાં આવ્યા હતા. . પરંતુ સંસ્થાનવાસીઓએ આ અંકુશ તથા નવા કરવેરાઓ સામે વિરોધ ઉઠાવ્યો. પણ ઈગ્લેંડની સરકાર સાત વરસના વિગ્રહમાં તેને મળેલા વિજયને કારણે પોતાના બળ ઉપર મુસ્તાક બની હતી, એટલે તેમના વિરોધની તેણે લેશ પણ દરકાર કરી નહિ. સાત વરસના વિગ્રહે સંસ્થાન