________________
અમેરિકા ઇંગ્લેંડથી છૂટુ' પડી જાય છે
૧૧.
‘વેકર ' પ'થીઓની વસાહત હતી. પેન્સિલ્વેનિયાનું નામ પેન નામના ક્વેકર ઉપરથી પડ્યું છે. ત્યાં આગળ કેટલાક ડચ, ડેન, જર્મન અને ફ્રેંચ લેકા પણ વસ્યા હતા. આમ ત્યાંની વસતી મિશ્ર હતી, પરંતુ તેમાં અંગ્રેજ વસાહતીઓનું પ્રમાણ સાથી વિશેષ હતું. ડચ લેાકાએ એક શહેર વસાવ્યું અને તેનું નામ ન્યૂ આમસ્ટરડામ પાડયુ. પછીથી અંગ્રેજ લેાકાએ એ શહેર લીધું ત્યારે એ નામ બદલી તેનું નામ ન્યૂયૉર્ક પાડયું. આજે એ શહેર એ જ નામથી પ્રસિદ્ધ છે.
અંગ્રેજ વસાહતીઓએ ઇંગ્લેંડના રાજા તથા પાંમેન્ટનું આધિપત્ય સ્વીકારવાનું ચાલુ રાખ્યું હતું. મોટા ભાગના વસાહતીઓ તેમની ત્યાંની દશાથી અસંતુષ્ટ થઈને અને રાજા તથા પામેન્ટનાં કેટલાંક કૃત્ય પસંદ ન પડવાથી પોતાનાં ધરબાર છોડીને ચાલી નીકળ્યા હતા. પરંતુ તેમનાથી સાવ છૂટા પડી જવાને તેમને ઇરાદો નહાતા. જેમાં રાજાના પક્ષકારો તથા ‘ કૅવેલિયર ’ લેકાનું પ્રાધાન્ય હતું એવાં દક્ષિણનાં સંસ્થાને તા ઇંગ્લંડ સાથે વધારે નિકટપણે સકળાયેલાં હતાં. આ બધી વસાહત અથવા સંસ્થાનાનું જીવન એક બીજાથી અળગું હતું અને તેમનામાં કાઈ એક સામાન્ય તત્ત્વને અભાવ જણાતા હતા. ૧૮મી સદી સુધીમાં અમેરિકાના પૂર્વ કિનારા ઉપર આવાં ૧૩ સંસ્થાના ઊભાં થયાં હતાં. એ બધાં ઉપર ઇંગ્લંડનો કાબૂ હતા. તેમની ઉત્તરે કૅનેડા હતું અને દક્ષિણે સ્પેનના તાબાના પ્રદેશ હતા. આ પ્રદેશની ડચ, ડેન તથા ખીજી વસાહતાને આ ૧૩ સંસ્થાને હજમ કરી ગયાં. અને એ વસાહતા પણ ઈંગ્લેંડના તાબા હેઠળ આવી ગઈ. પણ યાદ રાખજે કે આ સંસ્થાના પૂર્વના આખા દરિયાકિનારા ઉપર અને તેની સહેજ અંદરના પ્રદેશમાં જ વસ્યાં હતાં. એની પાર પશ્ચિમે છેક પ્રશાન્ત મહાસાગર સુધી વિસ્તરેલા વિશાળ પ્રદેશ પડેલા હતા. એ પ્રદેશ આ ૧૩ સંસ્થાનાના ક્ષેત્રફળ કરતાં લગભગ દશગણા વિશાળ હશે. એ વિસ્તીણુ મુલકમાં ફ્રાઈ યુરોપિયન વસાહતીઓએ વસવાટ કર્યાં નહાતો. એ પ્રદેશમાં રેડ ઇન્ડિયને વસતા હતા અને તે તેમની જુદી જુદી જાતિ અને ટાળીઓના કબજામાં હતા. ઇરાકવોઈસ એ રેડ ઇન્ડિયનાની મુખ્ય જાતિ હતી.
તને યાદ હશે કે ૧૮મી સદીના વચગાળામાં ઇંગ્લેંડ અને ફ્રાંસ વચ્ચે દુનિયાભરમાં યુદ્ધ ચાલતું હતું. એ યુદ્ધ સાત વરસના વિગ્રહને નામે જાણીતું થયું છે. એ વિગ્રહ કેવળ યુરેપમાં જ નહિ પણ હિંદુસ્તાન તેમ જ કૅનેડામાં પણ લડાયેા હતા. એમાં ઇંગ્લંડ જીત્યું અને ફ્રાંસને