________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પાડવાની નવી પ્રક્રિયા અસ્તિત્વમાં આવી. એથી કરીને લેઢાને ઉદ્યોગ ઝડપથી ખી. કોલસાની ખાણોની પાસે કાલસ સતે મળતે હેવાથી ત્યાં આગળ નવાં કારખાનાંઓ ઊભાં થયાં.
આ રીતે ઇંગ્લંડમાં કાપડને, લેવાનો અને કાલસાને એમ ત્રણ મોટા ઉદ્યોગ ખીલ્યા. અને કોલસાની ખાણોની પાસે તથા બીજી અનુકૂળ જગ્યાઓએ મેટાં મોટાં કારખાનાંઓ ઊભાં થયાં. હવે ઇંગ્લંડની સૂરત બદલાઈ ગઈ હરિયાળા અને આલાદક ગ્રામપ્રદેશને બદલે ત્યાં આગળ ઘણેખરે ઠેકાણે હવે નવાં નવાં કારખાનાઓ ઊભાં થયાં અને ધુમાડાના ગોટેગેટા કાઢતાં તેમનાં ઊંચાં ઊંચાં ભૂંગળાંઓ આસપાસના પ્રદેશને કાળો બનાવવા લાગ્યાં. કોલસાના ડુંગર અને કચરાના ઢગલાઓની વચ્ચે આવેલા આ કારખાનાઓ આંખને જેવાં ગમે એવાં સુંદર નહતાં. આવાં કારખાનાંઓની બાજુમાં ઊભાં થયેલાં ઓદ્યોગિક નગશે પણ જેવાં ગમે એવાં નહોતાં. એ તે કોઈ પણ પ્રકારની યેજના વિના ગમે તેમ અવ્યવસ્થિત રીતે ઊભાં થયાં હતાં, કેમ કે કારખાનાઓના માલિંકાને તે વધારે ને વધારે પૈસા કેમ કમાવા એ જ એક માત્ર હેતુ હતે. આવાં નગરો વિશાળ, કદરૂપાં અને ગંદાં હતાં, પરંતુ ભૂખમરો વેઠતા મજૂરોને તે આ બધું તેમ જ કારખાનાઓની નુકસાનકારક પરિસ્થિતિ ચલાવી લીધા સિવાય છૂટકો નહોતે.
મેટા જમીનદારોએ નાના નાના ખેડતેને નિચોવીને તેમની જમીન પચાવી પાડી તેથી ઈગ્લેંડમાં બેકારી વધી ગઈ અને પરિણામે ત્યાં આગળ રમખાણો થયાં અને ગેરવ્યવસ્થા વધવા પામી, એ વિષે મેં તને આગળ કહ્યું હતું તે તને યાદ હશે. આરંભકાળમાં તે આ નવા ઉદ્યોગોએ પરિસ્થિતિ ઊલટી વધારે બગાડી ખેતીના ધંધાને ભારે ધક્કો લાગે અને તેથી કરીને બેકારી વધવા પામી. વળી નવી નવી
ધે થતી ગઈ તેને પરિણામે મજૂરોનું સ્થાન યંત્રોએ લીધું. એથી કરીને મજૂરોને કામ પરથી, ફારેગ કરવામાં આવ્યા અને પરિણામે મજૂરોમાં રોષની લાગણી પેદા થઈ. મેટા ભાગના મજૂરો નવાં બંને ધિક્કારવા લાગ્યા અને તેની ભાંગફોડ કરવાની હદ સુધી પણ તેઓ ગયા. આ લેકે ‘યંત્ર ભાંગનારાઓ” કહેવાતા.
યુરોપમાં આવી રીતે યંત્ર ભાંગવાને ઈતિહાસ બહુ લાંબો છે અને તે છેક સેમી સદીથી – જ્યારે જર્મનીમાં સાદી યાંત્રિક સાળની શોધ થઈ હતી ત્યારથી – શરૂ થાય છે. ૧૫ની સાલમાં એક ઇટાલિયન