________________
: ૫૯૭
પ્રચંડ યંત્રોને ઉદય કહેવાતા. આ સ્થિતિમાં ચૂંટણી એ ફારસરૂપ હતી અને તેમાં ભારે લાંચરુશવતે અપાતી તથા તેનું અને પાર્લમેન્ટની જગ્યાઓનું લિલામ થતું હતું. આગળ આવતા જતા મધ્યમવર્ગને કઈ ધનવાન માણસ આ રીતે પાર્લમેન્ટની જગ્યા ખરીદી શકતે. પરંતુ આમજનતાને માટે તે એક માર્ગ ખુલ્લે નહતા. તેમને કઈ પણ વિશિષ્ટ અધિકાર કે સત્તા વારસામાં મળતાં નહોતાં અને સત્તા ખરીદી લેવાને તે તેમને માટે સવાલ જ નહોતે. એટલે, ધનિકે તથા પરંપરાગત વિશિષ્ટ અધિકાર ભોગવનારા લેકે એમના ઉપર સવારી કરે તથા તેમનું શેષણ કરે એ વખતે તેઓ શું કરી શકે ? પાર્લમેન્ટની અંદર તેમને કશે અવાજ નહોત; તેમ જ પાર્લમેન્ટના સભ્યની ચૂંટણીમાં પણ તેમનું કશું ચાલતું નહિ. તેઓ કદી બહાર દેખાવ કરે તેની સામે પણ સત્તાવાળાઓ ઘુરકિયાં કરતા અને તેમને બળજબરીથી દાબી દેવામાં આવતા. તેમનામાં કશુંયે સંગઠન નહતું તથા તેઓ નિર્બળ અને અસહાય હતા. પરંતુ જ્યારે તેમની યાતનાઓ તથા મુસીબતે હદ વટાવી જતી ત્યારે કાયદો અને વ્યવસ્થાને ઊંચે મૂકી તેઓ તેફાને ચડી રમખાણ કરતા. આમ ૧૮મી સદીમાં ઇંગ્લંડમાં ઠીક ઠીક ગેરવ્યવસ્થા વર્તતી હતી. જનસમુદાયની આર્થિક સ્થિતિ ખરાબ હતી. નાના ખેડૂતેને ભાગે તથા તેમને ચૂસીને પિતાની જમીનદારી વધારવાના મોટા મેટા જમીનદારના પ્રયાસોને કારણે પરિસ્થિતિ એથીયે વિશેષ બગડી. ગામેગામનાં ગોચરે હડપ કરી જવામાં આવ્યાં. આ બધાને પરિણામે જનતાનાં દુઃખ તથા હાડમારી વધતાં ગયાં. રાજ્યશાસનમાં પિતાને કશેયે અવાજ નહોતે એ વસ્તુ પ્રત્યે પણ લેકમાં અણગમો પેદા થયો ને વધારે સ્વતંત્રતા માટે પણ કંઈક અસ્પષ્ટપણે માગણી થવા લાગી.
ક્રાંસમાં તે પરિસ્થિતિ એથીયે ખરાબ હતી અને એને પરિણામે ત્યાં ક્રાંતિ ફાટી નીકળી. ઇંગ્લંડમાં રાજાનું ઝાઝું મહત્ત્વ નહોતું રહ્યું અને રાજસત્તા પ્રમાણમાં વધારે લોકોના હાથમાં આવી હતી. વળી ક્રાંસની પેઠે ઈંગ્લંડમાં રાજકીય વિચારને વિકાસ થવા પામ્યું નહોતે. એટલે ઈગ્લેંડ ઉગ્ર તેફાનમાંથી બચી ગયું અને ત્યાં આગળ પરિવર્તન ધીમી ગતિથી થયું. એ દરમ્યાન, ઉદ્યોગીકરણને કારણે થયેલા ઝડપી ફેરફારોએ તથા નવી આર્થિક વ્યવસ્થાએ એ ગતિને વધારે ત્વરિત કરી.
૧૮મી સદીમાં ઇંગ્લંડની રાજકીય પૂર્વ પીઠિકા આવી હતી. ખાસ કરીને વિદેશી કારીગરે આવીને વસવાને કારણે ગૃહઉદ્યોગમાં ઈંગ્લડ