________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
પાટલીપુત્ર અથવા પટના પાસે વૈશાલિ નગર હતું. હિંદના પ્રાચીન ઇતિહાસમાં વિખ્યાત લિવી લેાકેાની એ રાજધાની હતું. એ રાજ્ય પ્રજાત ંત્ર હતું અને ચૂંટાયેલા પ્રમુખવાળી આગેવાન લોકાની સભા તેનું શાસન કરતી. એ સભાના પ્રમુખ નાયક કહેવાતા. વખત જતાં મોટાં મોટાં શહેર અને કસબા અસ્તિત્વમાં આવ્યાં. વેપારરાજગાર વચ્ચેા અને કારીગર વર્ગની કળા અને આવડતની પણ ઉન્નતિ થઈ. શહેર વેપારનાં મોટાં મથકા બન્યાં. જ્યાં આગળ વિદ્વાન બ્રાહ્મણા તેમના શિષ્યો સાથે વસતા તે વનના આશ્રમો પણ મોટી મોટી વિદ્યાપીઠો બની ગયા. આ વિદ્યાનાં ધામામાં તે વખતે જ્ઞાત જ્ઞાનના બધા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું. બ્રાહ્મણા યુદ્ધકળા પણ શીખવતા હતા. તને યાદ હશે કે મહાભારતમાંના પાંડવાના મહાન ગુરુ દ્રોણાચાય પણ બ્રાહ્મણ હતા. તેણે તેમને ખીજા વિષયા ઉપરાંત યુદ્ધકળા પણ શીખવી હતી.
૪૦