________________
જગતના ઈતિહાસનું રેખાદર્શન નિર્દય અને હૈયાસનો વેપાર ચલાવી રહી હતી. એમ તે જેને ખરેખાત ગુલામ કહી શકાય એવી વસતી યુરોપમાં રહી નહોતી, પરંતુ ખેતી કરનાર કિસાન લેકે જેમને સફ અથવા વિલન કહેવામાં આવતા તેમની હાલતમાં ગુલામે કરતાં ઝાઝો તફાવત નડત. પરંતુ અમેરિકાની શોધ થતાંની સાથે પુરાણે ગુલામને વેપાર તેને અતિશય કારમા સ્વરૂપમાં ફરીથી ચાલુ થયે. સ્પેન અને પિોર્ટુગાલના લેકેએ એ ફરીથી શરૂ * કર્યો. આફ્રિકાના કિનારાના પ્રદેશમાંથી તેઓ હબસીઓને પકડતા અને અમેરિકાનાં ખેતરમાં કામ કરવાને માટે લઈ જતા. આ ઘણાજનક વેપારમાં અંગ્રેજોને પણ પૂરે હિસ્સો હતે. જે રીતે આ આફ્રિકાવાસીઓને જંગલી જનાવરની માફક પકડી બધાને એક સાથે સાંકળથી જકડીને અમેરિકા લઈ જવામાં આવતા તેને તથા તેમની યાતનાઓને પૂરેપૂરો ખ્યાલ તે આપણને આવી શકે એમ નથી. ઘણાએ તે આ રીતે પિતાને નિયત સ્થાને પહોંચવા અગાઉ રસ્તામાં જ મરણશરણ થતા. આ જગતમાં અનેક લેકેને યાતનાઓ તથા હાડમારીઓ તે વેઠવી પડી છે, પરંતુ હબસીઓને કદાચ સાથી વિશેષ પ્રમાણમાં લેવું પડયું છે. ૧૯મી સદીમાં કાયદાથી ગુલામીની પ્રથા રદ કરવામાં આવી. અને ઈંગ્લડે એ બાબતમાં પહેલ કરી. યુનાઈટેડ સ્ટેટ્સને એ પ્રશ્નને નિવેડો લાવવા માટે આંતરવિગ્રહ લો પડ્યો હતો. અમેરિકાના આજના કરોડ હબસીઓ આ ગુલામેના વંશજો છે.
હવે એક મજાની વાત કહીને હું આ પત્ર પૂરો કરીશ. આ સદીમાં જર્મની તથા ઓસ્ટ્રિયામાં સંગીતની ભારે પ્રગતિ થઈ હતી. જર્મન લેકે યુરોપના સંગીતમાં ખરે છે એ તે તું જાણે છે. તેમના કેટલાક સમર્થ સંગીતકાર તે ૧૭મી સદીમાં પણ થયા હતા. બીજી જગ્યાની પેઠે યુરોપમાં પણ સંગીત એ ધાર્મિક વિધિઓનું જ એક અંગ હતું. પરંતુ ધીરે ધીરે તે અલગ થતું જાય છે અને ધર્મથી સ્વતંત્ર એક નિરાળી કળા બને છે. ૧૮મી સદીમાં મેઝાર્ટ અને બેફેન એ બે મહાન સંગીતકાર થઈ ગયા. એ બંને જન્મથી જ વિચક્ષણ હતા તથા બંને ભારે પ્રતિભાશાળી સંગીતકાર હતા, અની વાત તે એ છે કે જેને યુરેપને સર્વોપરી સંગીતકાર ગણી શકાય તે બેફેન તદન બહેરે હતું એટલે એણે બીજાઓને અર્થે જે અદ્ભુત સંગીત સર્યું તે સાંભળવાને લતા તેને ન મળે. પરંતુ એને આવિષ્કાર કરતા પહેલાં તેના અંતરમાં એ સંગીત ર્યું હશે.