________________
૫૮ જગતના ઇતિહાસનું રેખાદર્શન વિચિત્ર પ્રકારનું હતું. ત્યાં આગળ રાજા ચૂંટણીથી નિમાતે અને બધી સત્તા ફડલ ઉમરાને હસ્તક હતી. તેની આસપાસના દેશે બળવાન બનતા ગયા તેમ તેમ પિલેંડ નબળું પડતું ગયું. પ્રશિયા, રશિયા તથા ઓસ્ટ્રિયા વગેરે રાજ્યની તેના ઉપર લેભી નજર હતી.
આમ છતાયે ૧૬૮૩ની સાલમાં વિયેના ઉપરના તેના હલ્લા વખતે પેલેંડના રાજાએ જ તેમને મારી હઠાવ્યા હતા. એ પછી ઉરમાની તુકએ ફરીથી આક્રમણાત્મક વલણ દાખવ્યું નહોતું. તેમનું જેમ હવે ઓસરી ગયું હતું અને તેમનાં હવે વળતાં પાણ થયાં હતાં. હવે તે તેમણે બચાવની નીતિ અખત્યાર કરી હતી અને તેનું યુરોપનું સામ્રાજ્ય ધીમે ધીમે ક્ષીણ થતું ગયું. પરંતુ જે સમયની આપણે વાત કરીએ છીએ તે ૧૮મી સદીના પૂર્વાર્ધમાં તુક એ યુરોપના અગ્નિ ખૂણામાં આવેલે બળવાન દેશ હતા. અને તેનું સામ્રાજ્ય બાલ્કન દ્વીપકલ્પ તથા હંગરીની પેલી તરફ છેક પોલેંડની સરહદ સુધી વિસ્તરેલું હતું.
દક્ષિણમાં ઈટાલી જુદા જુદા રાજાઓમાં વહેંચાઈ ગયું હતું અને યુરોપના રાજકારણમાં તેની ઝાઝી ગણના નહતી. હવે પિપની પહેલેની સત્તા રહી નહોતી અને રાજાઓ તથા રજવાડાઓ તેની સાથે આદરથી વર્તતા હતા ખરા, પરંતુ રાજકીય બાબતમાં તે તેઓ તેની અવગણના કરતા હતા. ધીમે ધીમે યુરોપમાં નવીન વ્યવસ્થા ઊભી થઈ રહી હતી. એ વ્યવસ્થા તે બળવાન “સત્તાઓની” વ્યવસ્થા. હું આગળ ઉપર કહી ગયે હું તેમ, બળવાન અને એક કન્વી રાજાશાહીએ રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં ફાળો આપ્યો. લેકે પિતાના દેશ વિષે વિશિષ્ટ રીતે વિચાર કરવા લાગ્યા. એ વસ્તુ આજે તે સામાન્ય બની ગઈ છે પરંતુ તે જમાનામાં તે તે બિલકુલ અસામાન્ય હતી. કાંસ, ઈગ્લેંડ અથવા બ્રિટાનિયા, ઇટાલિયા તથા એવા બીજા દેશે પિતાનું નિરાળું વ્યક્તિત્વ ધારણ કરવા માંડે છે. એ સે એક એક નિરાળા રાષ્ટ્ર કે પ્રજાના પ્રતીકરૂપ હતાં. એ પછી, ૧૯મી સદીમાં આ દેશે પિતાની જનતાના માનસમાં ચોક્કસ મૂર્તિઓને રૂપે બિરાજતા થાય છે અને તેમનાં દિલને તેઓ અજબ રીતે હલાવે છેતેઓ નવા દેવ કે દેવીઓ બની જાય છે અને તેમની વેદી ઉપર દરેક દેશભક્ત પાસે પૂજાની અપેક્ષા રખાય છે, તથા તેમને નામે અને તેમને ખાતર દેશભક્તો એકબીજા સાથે લડે છે તથા એકબીજાનાં ગળાં રેંસે છે. ભારતમાતાની કલ્પના આપણને સૌને કેવી પ્રેરણા આપે છે તથા એ પિરાણિક અને કાલ્પનિક પ્રતીકને ખાતર