________________
યુરેપમાં નવા અને જૂના વિચારાનું યુદ્ધ
૫૧
પણ બહાર પડવા લાગ્યાં. બુદ્ધિવાદ અને એવા ખીજા વિષયેા ઉપર લખનાર એ જમાનાના સાથી મશહૂર લેખક વૉલ્તેયર હતા. તે ફ્રાંસવાસી હતા અને તેને કેદમાં પૂરવામાં આવ્યા હતા તથા દેશપાર કરવામાં આવ્યા હતા. આખરે તે જિનીવા પાસે નીમાં રહ્યો હતો. જેલમાં એને લખવા માટે કાગળ કે શાહી આપવામાં આવ્યાં નહેાતાં એટલે તેણે સીસાના ટુકડાથી પુસ્તકના લખાણની વચ્ચેની જગ્યામાં કવિતા લખી હતી. યુવાવસ્થામાં જ તે જગમશ થઈ ગયા હતા. ખરેખર, એની અસાધારણ શક્તિને લીધે છેક દશ વરસની ઉંમરે તેણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. અન્યાય તથા ધર્માંધતાને વૉલ્તેયર ધિક્કારતા અને એની સામે તે જીવન પંત ઝૂઝવો. · એ ધૃણિત ચીજ ( અંધશ્રદ્ધા )નો નાશ કરા' એ એની પ્રસિદ્ધ વૈષણા હતી. તેણે બહુ લાંખું આયુષ્ય (૧૬૯૪ થી ૧૭૭૮) ભોગવ્યું અને પોતાના જીવન દરમ્યાન ઘણાં પુસ્તકા લખ્યાં. ખ્રિસ્તી ધની એ ટીકા કરતા તેથી ધર્માંધ ખ્રિસ્તી તેને અતિશય ધિકકારતા. તે પોતાના એક ગ્રંથમાં કહે છે કે, પૂરેપૂરી તપાસ કર્યાં વિના જે માણસ પોતાને ધર્મ સ્વીકારે છે તે સ્વેચ્છાએ ધૂંસરીએ જોડાનાર બળિયા જેવા છે.’ લેાકાને નવા વિચારો તથા બુદ્ધિવાદ તરફ વાળવામાં વૉલ્તેયરનાં લખાણાએ મોટા ફાળા આપ્યા. ક્નીનું તેનું પુરાણું ધર એ ઘણાને માટે તીસ્થાન સમાન છે,
'
*
એ જમાનાના બીજો એક લેખક સે હતો. તે વૉલ્તેયરના સમકાલીન હતા પરંતુ ઉ ંમરે તેનાથી ઘણા નાના હતા. તે જિનીવામાં જન્મ્યા હતા અને જિનીવા તેને માટે અતિશય મગરૂર છે. ત્યાં આગળના તેના પૂતળાનું તને સ્મરણ છે ખરું? ધર્મ અને રાજકારણ ઉપરનાં ફસાનાં લખાણાએ ભારે ઊહાપોહ મચાવ્યો. એમ છતાં પણ તેના વિલક્ષણ તથા કંઈક સાહસપૂર્ણ સામાજિક તેમ જ રાજકીય સિદ્ધાંતાએ ઘણાનાં માનસને નવા વિચારા તથા સંકપોથી પ્રજ્વલિત કર્યાં, તેના રાજકીય સિદ્ધાંતો આજે તે જૂના થઈ ગયા છે પણ ક્રાંસના લેાકાને મહાન ક્રાંતિ માટે તૈયાર કરવામાં તેમણે મહત્ત્વના કાળેા આપ્યા. રૂસાએ ક્રાંતિના પ્રચાર નહોતા કર્યાં. ક્રાંતિ તેને જોઈતી ન હેાય એમ પણ બનવા જોગ છે. પોતાનાં લખાણાથી ક્રાંતિ થશે એવી તેની ધારણા પણ નહેાતી. પરંતુ તેનાં પુસ્તકા તથા વિચારોએ જનતાના માનસમાં એવાં ખીજ વાવ્યાં કે જે ક્રાંતિના રૂપમાં ક્ળ્યાં. તેનું સૌથી પ્રસિદ્ધ પુસ્તક કોન્ટ્રેક્ટ સોશિયલ ’અથવા ‘ સામાજિક કરાર ' છે. એના આરંભ આ સુપ્રસિદ્ધ
'
2