________________
૩૪
જગતના ઇતિહાસનુ” રેખાદર્શન
વચ્ચે થયેલી નરચિન્ગ્યુની સંધિ પછી રશિયાનું પ્રભુત્વ પૂર્વ તરફ વધતું જ ગયું. ૧૭૨૮ની સાલમાં વાઈટસ એરિંગ નામના ડેનમાર્કના વતની અને રશિયાની નેકરીમાં રહેલા કપ્તાને એશિયા અને અમેરિકા વચ્ચેની સામુદ્રધુની શોધી કાઢી. કદાચ તને ખબર હશે કે એના નામ ઉપરથી આજે પણ એ એરિંગની સામુદ્રધુનીના નામથી ઓળખાય છે. એ સામુદ્રધુની ઓળંગીને એરિંગ અલાસ્કા પહોંચ્યા અને તેને રશિયાના તાબાના મુલક તરીકે તેણે જાહેર કર્યાં. અલાસ્કામાં ઊંચા પ્રકારની મુલાયમ રુવાંટીવાળાં ચામડાં (ક્ર) મેટા પ્રમાણમાં મળે છે; અને ચીનમાં એની પુષ્કળ માગ હોવાથી રશિયા અને ચીન વચ્ચે એને ખાસ વેપાર ખીલ્યે. અઢારમી સદીના છેવટના ભાગમાં રુવાંટીવાળાં ચર્મીની માગ ચીનમાં એટલી બધી વધી પડી હતી કે રશિયા કૅનેડાના હડસનના અખાતમાં થઈ તે ઇંગ્લેંડને માગે તે મંગાવતું અને પછી સાખેરિયાના એકલ સરોવર પાસે આવેલા યિાખ્તાના રુવાંટીવાળાં ચર્માંના મોટા બજારમાં તે વેચતું. આ ચર્માંને કેટલા લાંબે પ્રવાસ ખેડવા પડતા હતા !
જરા ફેરફાર અનુભવવા ખાતર તારા ઉપરના પત્રાની આ માળાનાં ઘણાખરા પત્રા કરતાં આ પત્ર સહેજ ટૂંકા કર્યાં છે. હું આશા રાખુ છું કે તને એ ફેરફાર ગમશે.
.