________________
ચીનને મહાન મગ્ન રાજા આવ્યા. એ બન્નેની વચ્ચે યુદ્ધ થયું અને તેમાં પરિણામે રશિયને હાર્યા. ૧૬૮૯ની સાલમાં એ બંને દેશે વચ્ચે સંધિ થઈ. એ નરચિસ્કની સંધિને નામે ઓળખાય છે. એમાં બંને દેશો વચ્ચેની સરહદ નક્કી કરવામાં આવી તથા વેપારરોજગાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી. યુરોપના એક દેશ જોડે ચીનની આ પ્રથમ સંધિ હતી. આ સંધિને પરિણામે રશિયાની આગેચ અટકી અને વણજાર મારફતે વેપાર સારા પ્રમાણમાં ખીલ્યું. એ વખતે મહાન પીટર રશિયાને ઝાર હતું અને તે ચીન સાથે ગાઢ સંબંધ બાંધવાને આતુર હતું. તેણે સમ્રાટ કાંગ-હીના દરબારમાં બે વખત પિતાના પ્રતિનિધિઓ મેકલ્યા હતા અને પછી ત્યાં આગળ પિતાને કાયમી એલચી રાખવાને તેણે પ્રબંધ કર્યો.
ચીનમાં તે બહુ પ્રાચીન કાળથી પરદેશના એલચીઓ આવતા રહેતા હતા. હું ધારું છું કે રોમન સમ્રાટ માર્કસ ઓરેલિયસ એન્ટેનિયસે ઈસુની બીજી સદીમાં પિતાનું પ્રતિનિધિમંડળ ચીન મોકલ્યું હતું એને મેં મારા એકાદ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ૧૬૫૬ની સાલમાં ડચ તથા રશિયન એલચી મંડળો ચીનના દરબારમાં ગયાં ત્યારે ત્યાં આગળ મહાન મેગલ બાદશાહના પ્રતિનિધિઓ પણ તેમના જોવામાં આવ્યા હતા. એ પ્રતિનિધિઓ શાહજહાને મેકલ્યા હોવા જોઈએ.