________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન મહાભારત ગ્રંથ છે. એમાં ચાલીસ હજાર કરતાંયે વધારે શબ્દસંજ્ઞાઓ એકઠી કરવામાં આવી છે તથા તેમની સમજૂતી આપનારાં અસંખ્ય ઉદાહરણે પણ તેમાં આપવામાં આવ્યાં છે. એમ કહેવાય છે કે આજે પણ એ ગ્રંથને જે મળે એમ નથી.
કાંગ-હીના ઉત્સાહના પરિણામે એક મોટો ચિત્ર જ્ઞાનકે પણ આપણને પ્રાપ્ત થયો છે. આ અદ્ભુત પુસ્તક સેંકડે ગ્રંથનું બનેલું છે. એ પુસ્તક એક સંપૂર્ણ પુસ્તકાલયની ગરજ સારે છે. હરેક વસ્તુ અને પ્રત્યેક વિષયનું એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કાગ–હીના મરણ પછી એ પુસ્તક તાંબાના પતરાનાં બીબાંઓથી છાપવામાં આવ્યું હતું. .
એની ત્રીજી મહત્વની કૃતિ એ સમગ્ર ચીની સાહિત્યની સુચિ , છે. એ એક પ્રકારનો કોપ છે અને તેમાં શબ્દ તથા સાહિત્યના ફકરાઓ એકત્ર કરવામાં આવ્યા છે તથા તેમની તુલના કરવામાં આવી છે. આ પણ એક અસાધારણ કાર્ય હતું, કેમ કે એમાં સમગ્ર સાહિત્યના ઊંડા અભ્યાસની આવશ્યકતા હતી. કવિઓ, ઈતિહાસકારે તથા નિબંધલેખકોની કૃતિઓનાં આખાને આખાં અવતરણે એમાં આપવામાં આવ્યાં છે.
કાંગ-હીએ આ ઉપરાંત બીજી પણ કેટલીયે સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી છે પરંતુ આ ત્રણ કેઈ ને પણ આશ્ચર્યચકિત કરવા માટે પૂરતી છે. જે હમણાં થોડાં જ વરસે ઉપર પૂરી થઈ છે અને જેને તૈયાર કરવા માટે કેટલાયે વિદ્વાનોએ પચાસ વરસ સુધી મહેનત કરી છે તે મહાભારત
ઓકસફર્ડ ઇંગ્લિશ ડિક્ષનરી” સિવાય બીજા કોઈ પણ એવા આધુનિક ગ્રંથની એ ત્રણમાંના એકની સાથે સરખામણી થઈ શકે એમ નથી.
ખ્રિસ્તી ધર્મ તેમ જ ખ્રિસ્તી મિશનરીઓ પ્રત્યે કાંગ-હીની સંપૂર્ણ રહાનુભૂતિ હતી. વિદેશ સાથેના વેપારને પણ તેણે ઉત્તેજન આપ્યું અને ચીનનાં બધાં બંદરે એને માટે ખુલ્લા કર્યો. પરંતુ થોડા જ વખતમાં તેને માલૂમ પડ્યું કે યુરોપિયન લેકે એને લાભ લઈ બદમાશી કરે છે અને તેમના ઉપર અંકુશ મૂકવાની જરૂર છે. તેને શંકા પડી, અને તે સકારણ હતી, કે મિશનરીઓ પોતપોતાના દેશની સામ્રાજ્યવાદી સરકારે સાથે મુલાકે જીતવાને માર્ગ સુગમ થાય એવા કાવાદાવા કરી રહ્યા છે. આને લીધે ખ્રિસ્તી ધર્મ પ્રત્યેનું પોતાનું ઉદારતાભર્યું વલણ છેડી દેવાની તેને ફરજ પડી. તેની આ શંકાને કેન્ટોનના ચીની લશ્કરી અમલદાર તરફથી મળેલા હેવાલથી સમર્થન મળ્યું. ફિલિપાઈન્સ તથા જાપાનના યુરોપિયન વેપારીઓ અને મિશનરીઓને પિતાપિતાની સરકારે