________________
૯૩ ચીનને મહાન મંચુ રાજા
૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૨ હું અતિશય વ્યાકુળ બની ગયો છું અને શું કરવું એની મને સમજ પડતી નથી. બાપુએ પ્રાપવેશન કરવાનો સંકલ્પ કર્યો છે એવી ભયંકર ખબર આવી છે. જેની અંદર એમણે ભારે મહત્વનું સ્થાન જમાવ્યું હતું તે મારી નાનકડી દુનિયા હચમચી ઊઠીને ડેલવા લાગી છે. અને સર્વત્ર અંધકાર અને શૂન્યતા છવાઈ ગયાં છે. વરસેક કરતાં કંઈક વધારે સમય ઉપર મને હિંદથી પશ્ચિમ તરફ લઈ જનારા વહાણના તૂતક ઉપર મેં તેમનું છેલવેલું દર્શન કર્યું હતું તે ચિત્ર મારી નજર સામે વારંવાર આવ્યા કરે છે. હવે ફરી પાછે મને એમના દર્શનનો લાભ નહિ મળે? અને જ્યારે હું શંકા કે સંશયમાં પડું અને મને સાચી સલાહની જરૂર પડે ત્યારે, અથવા જ્યારે હું દુઃખ કે સંતાપમાં પડું અને પ્રેમાળ આશ્વાસનની જરૂર પડે ત્યારે હવે હું કોની પાસે જઈશ ? આપણને પ્રેરણા આપી આગળ દેરનાર આપણે પ્રિય નાયક ચાલ્યા જશે પછી આપણે બધાં શું કરીશું? હિંદુસ્તાન એક હતભાગી દેશ છે કે જે પિતાના મહાપુરુષોને આમ મરવા દે છે તથા ખુદ સ્વાતંત્ર્ય જેવી મહત્ત્વની વસ્તુને ભૂલી જઈને નજીવી વસ્તુઓ માટે લડાઈ કરનારા તેના લકે પણ ગુલામ છે તથા તેમનાં માનસ પણ ગુલામી વૃત્તિથી જકડાયેલાં છે. - મને લખવાની જરાયે હોંશ થતી નથી અને આ પત્રમાળા બંધ કરવાને પણ મને વિચાર આવ્યું હતું. પરંતુ એમ કરવું એ તે ભૂખીભર્યું ગણાય. લખવા વાંચવા કે વિચાર કરવા સિવાય મારી આ કેટડીમાં હું બીજું શું કરી શકું ? અને જ્યારે હું હતાશ થાઉં કે દુઃખમાં ડૂ હોઉં ત્યારે તારા સ્મરણ કે તને લખવાના કાર્ય કરતાં બીજી કઈ વસ્તુ મને વધારે આશ્વાસન આપી શકે એમ છે? શોક અને આંસુ એ આ જગતમાં બહુ સારા સાથીઓ નથી. બુદ્ધે કહ્યું છે કે, “નિરવધિ મહાસાગરમાં જેટલું પાણી છે તેના કરતાં વધારે