________________
*
હિંદમાં અગ્રેજોના પેાતાના હરીફા ઉપરના વિજય ૫૬૧ એ અરસામાં ઇંગ્લેડથી વારન હોસ્ટિંગ્સને અહીં મેાકલવામાં આબ્યા અને તે હિંદના પહેલવહેલા ગવર્નર જનરલ થયા. બ્રિટિશ પાર્લામેન્ટે હવે હિંદની બાબતમાં રસ લેવા માંડયો. હસ્ટિંગ્સ હિંદના બધા અંગ્રેજ શાસકામાં સાથી માટે ગણાય છે. પરંતુ એના સમયમાંયે રાજ્યતંત્ર સડેલું અને ગેરરીતિથી ભરેલું હતું, એ સુવિક્તિ છે. હૅસ્ટિંગ્સે પોતે પણ બળજબરીથી મોટી રકમો પડાવી લીધાના દાખલા જગજાહેર છે. તે ઇંગ્લેંડ પાછા કર્યાં ત્યારે હિંદના તેના ગેરવહીવટ માટે પાર્લામેન્ટ સમક્ષ એની સામે મુકદ્દમે ચલાવવામાં આવ્યા હતા, અને લંબાણુ સુનાવણી પછી તેને નિર્દોષ ઠરાવી છેોડી મૂકવામાં આવ્યો હતા. આ પહેલાં પાર્લીમેન્ટ ક્લાઈવ સામે પણ પોતાના અણુગમા જાહેર કર્યો હતો અને એને કારણે તેણે આપધાત કર્યાં હતા. આમ આવા પુરુષો સામે અણગમા જાહેર કરીને અથવા તેમની સામે કામ ચલાવીને ઇંગ્લંડે પોતાનાખતા અંતરનું સમાધાન ભલે કર્યું, પણ તેના હૃદયમાં તે તેમની પ્રશંસા ભરેલી હતી. અને તેમની નીતિથી ઉદ્ભવતા ફાયદા ઉઠાવવાને તે તત્પર હતું. ક્લાઈવ તથા હૅસ્ટિ`ગ્સની નિંદા ભલે કરવામાં આવી હોય, પરંતુ તે સામ્રાજ્યના નમૂનેદાર ધડવૈયા હતા અને પરાધીન પ્રજા ઉપર બળજબરીથી સામ્રાજ્ય લાવાની તથા તેમને ચૂસવાની નેમ મેનૂદ હોય ત્યાં સુધી આવા માણસો આગળ આવવાના અને પ્રશંસાપાત્ર બનવાના જ, જમાને જમાને શોષણની રીતેા ભલે બદલાતી રહે પણ એની પાછળની ભાવના તો એક જ હોય છે. ક્લાઈવને બ્રિટિશ પાર્લમેન્ટે ભલે વખોડી કાઢયો પરંતુ અંગ્રેજોએ લંડનના વ્હાઈટ હૉલમાં ઇન્ડિયા ઑફિસની સામે તેનું પૂતળું ઊભું કર્યુ છે અને એ ઇન્ડિયા ઍક્સિની અંદર હજીયે તેની જ ભાવના પ્રવર્તે છે અને હજીયે તે ભાવના પ્રમાણે જ બ્રિટિશ રાજનીતિ ઘડાય છે.
હેસ્ટિંગ્સે અ ંગ્રેજોના આધિપત્ય નીચે સત્તા રહિત અને તેના નચાવ્યા નાચે એવા દેશી રાજાએ રાખવાની નીતિ આરંભી. આમ હિંદની ભૂમિ ઉપર સોને રૂપે મઢેલા તથા બેવકૂફ઼ રાજા મહારાજાઓ અને નવાનું દમામથી કૂકડાઓની પેઠે સ્સાભેર આંટા મારતું અને જોતાં આપણને ચીતરી ચઢે એવું ટાળું દેખાય છે તેને માટે આપણે હોટગ્સ સાહેબના ઋણી છીએ. હિંદનું બ્રિટિશ સામ્રાજ્ય વધતું ગયું તેમ તેમ તેને મરાઠા, અફધાન, શીખ તથા બી વગેરે લોકા સાથે અનેક
અર્