________________
પપ
જગતના ઇતિહાસનું રેખાદર્શન
છે એમાં શકા નથી. પરંતુ જેના ઉપર ઝાઝો વિશ્વાસ ન રાખી શકાય એવા એક માણસે આપેલા પુરાવા ઉપર આ આખી વાતના આધાર છે. એથી ઘણા લોકો માને છે કે મોટે ભાગે તે એ વાત ખોટી છે અને એમાં કઈ કે તથ્ય હોય તો પણ તેના ઉપરથી ભારે અતિશયોક્તિ કરવામાં આવી છે.
કલકત્તા જીતી લેવામાં નવાબને મળેલી સફળતાનું ક્લાઈ વે વેર લીધું. પરંતુ સામ્રાજ્યના આ ઘડવૈયાએ તે પોતાને અસલ મા અખત્યાર કર્યાં. નવાબના પ્રધાન મીર જાફરને લાંચ આપી. તેણે ફાડ્યો અને તેની પાસે દેશદ્રોહીનું કાળુ કામ કરાવ્યું. વળી તેણે એક જૂઠે દસ્તાવેજ પણ તૈયાર કર્યાં જેની આખી વાત બહુ લાંબી છે, દેશદ્રોહ તથા છળકપટથી બાજી તૈયાર કરીને ક્લાઈવે ૧૭૫૭ની સાલમાં નવાબને પ્લાસી આગળ હરાવ્યો. બીજી લડાઈ એની તુલનામાં તો એ નાનકડી લડાઈ હતી એટલું જ નિહ પણુ છળકપટ અને જૂના દસ્તાવેજો પર જૂહી સહી કરીને યુદ્ધ શરૂ થાય તે પહેલાં જ કલાઈ વે તેમાં વિજય મેળવ્યો હતો. પરંતુ પ્લાસીતી આ નાનકડી લડાઈનાં પરિણામો બહુ ભારે આવ્યાં. એણે બંગાળનું ભાવિ નક્કી કર્યું અને પ્લાસીની લડાઇના સમયથી હિંદમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થઈ એમ સામાન્યપણે કહેવાય છે. દગો, છળકપટ અને જૂઠા દસ્તાવેજો તથા તૂર્કી સહીઓના આવા ભૂંડા પાયા ઉપર હિંદના બ્રિટિશ સામ્રાજ્યનું મંડાણ મંડાયું. પરંતુ સામ્રાજ્યો તથા સામ્રાજ્યના ઘડવૈયાઓની રીતરસમે ઘણુંખરું આવી જ હાય છે.
આમ ભાગ્યચક્ર એકાએક યુ... અને તે બંગાળના અંગ્રેજોના ધનલાલુપ તથા દુĒત આગેવાનને વધુ. તે હવે બંગાળના સ્વામી બન્યા અને તેમના હાથ રોકનાર હવે કાઈ રહ્યુ નહાતું. એટલે ક્લાઇવની આગેવાની નીચે તેમણે બંગાળના ખજાના ઉપર હાથ મારવાનું શરૂ કર્યું અને તેને તળિયાઝાટક કરી મૂકયો. લાઈ વે પોતે જ ૨૫ લાખ રૂપિયાની નગદ ભેટ લીધી અને એટલાથીયે ન સ ંતોષાતાં વાર્ષિક લાખા રૂપિયાની આવકવાળી કીમતી જાગીર પણ લીધી ! બીજા બધા અંગ્રેજોએ પણ એ જ રીતે પોતપોતાના ‘ અવેજ ’ લીધા! ધનદોલત હાથ કરી લેવા માટે નિજ્જ પડાપડી મચી રહી અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરોની ધનલોલુપતા તથા બદમાશીએ માઝા મૂકી. હવે અંગ્રેજો બંગાળમાં નવાબ બનાવનારાઓ બન્યા અને પોતાની મરજી મુજબ