________________
શીખ અને મરાઠા
૫૫૩ અભિષેક કરાવ્યું. ૧૬૮૦ની સાલમાં તે મરણ પામે ત્યાં સુધી તેની
તો તે ચાલુ જ રહી. મરાઠાઓના પ્રદેશના કેન્દ્રસમા પૂનામાં તું હાલ થડા સમયથી રહે છે. એટલે ત્યાંના લેકેને શિવાજી ઉપર કે પ્રેમ અને ભક્તિભાવ છે તેનાથી તારે વાકેફ થવું જોઈએ. અમુક પ્રકારની ધાર્મિક તેમ જ રાષ્ટ્રીય જાગ્રતિનો મેં આગળ ઉલ્લેખ કર્યો હતે તેને એ પ્રતિનિધિ હતો. આર્થિક સંકટ અને પ્રજાવ્યાપી દુઃખ તથા હાડમારીએ એને માટે ભૂમિ તૈયાર કરી હતી અને રામદાસ તથા તુકારામ નામના બે મરાઠી કવિઓએ કવિતા અને ભજનો દ્વારા તેમાં ખાતર પૂર્યું હતું. મરાઠાઓમાં આ રીતે જાગૃતિ આવી અને તેમનામાં એકતાની ભાવના પેદા થઈ. અને એ જ ટાંકણે તેમને દોરીને વિજય અપાવનાર એક તેજલ્દી આગેવાન પણ પેદા થયે.
શિવાજીના પુત્ર સંભાજીને મોગલેએ રિબાવીને મારી નાંખે. પરંતુ થોડીક પીછેહઠ બાદ મરાઠાઓનું બળ વધતું જ ગયું. ઔરંગઝેબના મૃત્યુ પછી તેનું સામ્રાજ્ય અદશ્ય થવા લાગ્યું. ઘણું સૂબાઓ સામ્રાજ્યથી સ્વતંત્ર થઈ ગયા. આ રીતે બંગાળ, અયોધ્યા અને રેહિલખંડ વગેરે પ્રાંતિ છૂટા થઈ ગયા. દક્ષિણમાં વજીર અસફઝાએ પિતાનું રાજ્ય સ્થાપ્યું. તે આજનું હૈદરાબાદ રાજ્ય છે. આજનો નિઝામ અસફઝાને વંશ જ છે. ઔરંગઝેબના મરણ પછી સત્તર વરસમાં તે તેનું સામ્રાજ્ય લગભગ નષ્ટ થઈ ગયું. પરંતુ દિલ્હી અથવા તે આગ્રામાં સામ્રાજ્ય વિનાના કેવળ નામના બાદશાહની પરંપરા ચાલુ રહી હતી.
મેગલ સામ્રાજ્ય નબળું પડતું ગયું તેમ તેમ મરાઠાઓ વધારે ને વધારે બળવાન થતા ગયા. પેશવા નામથી ઓળખાતા તેમના વડાપ્રધાને રાજાને દાબીને રાજ્યની ખરી સત્તા હાથ કરી, જાપાનના શગુનની પેઠે શિવાનું પદ વંશપરંપરાગત બન્યું અને રાજાનું મહત્વ નામનું જ રહ્યું. દિલ્હીને બાદશાહ તે દુર્બળ બની ગયું હતું અને તેણે દક્ષિણના આખા પ્રદેશ ઉપર ચેથી ઉઘરાવવાને મરાઠાઓને હક મંજૂર રાખે. આટલાથી ન સંતોષાતાં પેશવાએ ગુજરાત, માળવા અને મધ્યહિંદ જીતી લીધાં. ૧૭૩૭ની સાલમાં તે તેનું સૈન્ય ઠેઠ દિલ્હીના દરવાજા સુધી આવી પહોંચ્યું. હિંદની સર્વોપરી સત્તા મરાઠાઓને હાથ જશે એમ જણાતું હતું. આખા દેશ ઉપર તેમનું પ્રભુત્વ હતું. પરંતુ ૧૭૩૯ની સાલમાં હિંદની વાયવ્ય સરહદ તરફથી અચાનક હુમલે આવ્યું. તેણે સત્તાની તુલા ઉથલાવી પાડી અને ઉત્તર હિંદુસ્તાનની સૂરત ફેરવી નાખી.