________________
- શીખ અને મરાઠા એ ટોળું હતું.” “નીચ જાતિઓના લેકે તેમનાથી ચડિયાતા લોકોની સામે ઊઠે એ આ ઉમરાવને મન તે અતિશય અઘટિત વસ્તુ હશે.
હવે આપણે શીખની વાત ઉપર આવીએ અને તેમને આગળને ઈતિહાસ પણ જોઈ જઈએ. મેં તને ગુરુ નાનક વિષે વાત કરી હતી તે તને યાદ હશે. બાબર હિંદમાં આવ્યો ત્યાર પછી થોડા જ વખતમાં તે મરણ પામ્યા. હિંદુધર્મ અને ઇસ્લામ એ બંનેનાં સામાન્ય ત તારવીને તેમાંથી એક સામાન્ય સંપ્રદાયની ભૂમિકા રચવાનો પ્રયત્ન કરનારાઓમાંના તે એક હતા. એમના પછી થયેલા બીજા ત્રણ ગુર તેમના જેવા જ પૂરેપૂરા શાંતિપ્રિય હતા અને કેવળ ધાર્મિક બાબતમાં જ તેમને રસ હતે. અકબરે ચેથા ગુરુને અમૃતસર આગળ તળાવ તેમ જ સુવર્ણ મંદિર માટે જગ્યા આપી હતી. એ સમયથી અમૃતસર શીખધર્મનું મુખ્ય ધામ બન્યું છે.
પછીથી અર્જુનસિંહ પાંચમા ગુરુ થયા. તેમણે ગ્રંથ સાહેબને સંગ્રહ કર્યો. ગ્રંથ સાહેબ એ વચનામૃત અને ભજન સંગ્રહ છે અને તે શીખ ધર્મગ્રંથ છે. રાજકીય ગુનાને ખાતર જહાંગીરે અર્જુનસિંહને રિબાવીને મારી નંખાવ્યા. શીખોના ઈતિહાસમાં આ ઘટના યુગપ્રવર્તક નીવડી. તેણે શીખેની કારકિર્દી પલટી નાંખી. પિતાના ગુરુ પ્રત્યેના અન્યાયી અને ક્રર વર્તનથી શીખોમાં રોષ અને વિરોધની લાગણી વ્યાપી ગઈ અને તેમનાં મન હથિયારે તરફ ઢળ્યાં. તેમના છઠ્ઠા ગુરુ હરગોવિંદની આગેવાની નીચે તેઓ લશ્કરી દળ યા સંઘમાં ફેરવાઈ ગયા. અને એ સમય પછી તેઓ વારંવાર રાજ્યસત્તા સાથે અથડામણમાં આવતા રહ્યા. ખુદ ગુરુ હરગોવિંદને પણ જહાંગીરે દશ વરસ સુધી કેદખાનામાં પૂરી રાખ્યા હતા. નવમા ગુરુ તેગ બહાદુર ઔરંગઝેબના રાજ્ય અમલ દરમ્યાન થઈ ગયા. ઔરંગઝેબે તેને ઇસ્લામને સ્વીકાર કરવાનો હુકમ કર્યો અને તેમ કરવાની ના પાડતાં તેણે તેમને ફાંસીએ ચડાવ્યા. દશમા અને છેલ્લા ગુરુ ગોવિંદસિંહ હતા. તેમણે, ખાસ કરીને દિલ્હીના બાદશાહનો સામનો કરવાને ખાતર, શીખોને એક બળવાન લડાયક કામમાં ફેરવી નાંખ્યા. ઔરંગઝેબના મરણ બાદ એક વરસ પછી તેમનું અવસાન થયું. ત્યાર પછી બીજે ગુરુ થયો નથી. એવું કહેવાય છે કે સમગ્ર શીખ કેમ અથવા જેને “ખાલસા” કહેવામાં આવે છે તેમાં ગુરુની બધી સત્તા અને શક્તિ વાસ કરી રહી છે.
ઔરંગઝેબના મૃત્યુ પછી તરત જ શીખોએ બળવે કર્યો. એ