________________
૫૨૬
જગતના ઈતિહાસનું રેખાદર્શન આગળ ઉપર હિંદુસ્તાનનું વર્ણન કરતાં બાબર લખે છે કે:
એ એક અતિશય રમણીય દેશ છે. બીજા દેશોની તુલનામાં તે એ એક નિરાળી જ દુનિયા છે. એના ડુંગરાઓ અને નદીઓ. એનાં જગલે અને મેદાને, એનાં પ્રાણીઓ અને વનસ્પતિઓ, એના વતનીઓ અને તેમની ભાષા, એની હવા તથા વરસાદ એ બધાં રાવ નિરાળો છે. . . . સિંઘ વટાવ્યા પછી જે દેશ, ઝાડે, રિલાઓ, રખડુ બતિઓ, લોકોની રૂઢિ તથા રીતરિવાજો નજરે પડે છે તે સંપૂર્ણપણે હિંદનાં છે. અરે, એના સાપ પણ ભિન્ન પ્રકારનાં છે. . . . હિંદુસ્તાનના દેડકાઓ પણ તવા જેવા છે. એ આપણું દેશન, દેડકાની જાતના છે એ ખરું, છતાં તેઓ પાણીની સપાટી પર છ સાત ગી જેટલું દોડી શકે છે.'
આ પછી તે હિંદનાં પ્રાણીઓ, ઝાડો તથા ફૂલફળાની યાદી આપે છે.
પછી તે અહીંના રહેવાસીઓનું ખ્યાન કરે છે.
હિંદુસ્તાન દેશમાં જેનાં વખાણ કરી શકાય એવી મોજમેળની એક પણ વસ્તુ નથી. અહીંના રહેવાસીઓ ખૂબસૂરત નથી. સહકારી સમાજની ખૂબીઓને, આપસમાં છૂટથી ભળવાનો અથવા તો પરસ્પર એકબીજાના નિકટના પરિચયમાં આવવાને તેમને 'વોલ સરખો પણ નથી. એમનામાં પ્રતિભા નથી, મગજની સૂઝ નથી, વિનય શિષ્ટાચાર નથી, દયા કે સમભાવ નથી, પોતાના હુ-નરે ખીલવવા માટેની જરૂરી જનાશક્તિ કે શોધક બુદ્ધિ નથી, આકૃતિઓ રચવાની કે ઈમારતે બાંધવાની કુશળતા તેમજ જ્ઞાન નથી. તેમની પાસે સારા ઘોડાઓ નથી. સારું માંસ નથી, સારી દ્રાક્ષ કે સારાં તરબૂચ નથી, સારા ફળ નથી, બરફ કે ઠંડું પાણી નથી, બજારોમાં સારો બરાક કે રોટી મળતી નથી, સ્નાનાગાર કે કોલેજે નથી, મીણબત્તી કે મશાલ નથી.”
આ ઉપરથી એમ પૂછવાનું મન થઈ જાય છે કે, પણ એમની પાસે છે શું? પરંતુ એ ઉપરથી આપણને માલુમ પડે છે કે આ લખ્યું ત્યારે બાબર તેમનાથી કંટાળે હોવો જોઈએ. તે કહે છે :
‘હિંદુસ્તાનની મુખ્ય વિશિષ્ટતા એ છે કે તે અતિશય વિશાળ દેશ છે. અને ત્યાં આગળ અઢળક સેનું રૂપું છે. . . . હિંદની બીજી સગવડ એ છે કે ત્યાં આગળ પ્રત્યેક હુન્નરના પાર વગરના કારીગરે છે. કોઈ પણ કામ કે ધંધા માટે જેમના કુળમાં એ કામ ધંધે જમાનાઓથી વંશપરંપરાગત ઊતરી આવ્યા છે એવા જોઈએ તેટલા માણસો મળી રહે છે.”
બાબરનાં સંસ્મરણમાંથી મેં સારી પેઠે ઉતારાઓ આપ્યા છે. કઈ પણ માણસનાં વર્ણન કરતાં આવાં પુસ્તકો તેને વિષે આપણને વધારે સારે ખ્યાલ આપે છે.