________________
પ૨૪ જગતના ઈતિહાસનું રેખાદર્શન તથા યુદ્ધકૌશલ્ય પણ કેટલેક અંશે તેનામાં ઊતર્યા હતાં. પરંતુ ચંગીઝના કાળ કરતાં મંગલે હવે ઘણા સુધર્યા હતા અને બાબરના જેવો લાયક અને સંસ્કારી પુરુષ તે કાળે મળ દુર્લભ હતિ. સાંપ્રદાયિકતા કે ધર્માધતા તેનામાં નહોતાં તથા તેના વડવાઓની જેમ તેણે સંહાર પણ નહ કર્યો. કળા અને સાહિત્ય ઉપર તેને અપાર પ્રેમ તે અને તે પિતે પણ ફારસી કવિ હતે. ફૂલે અને બગીચાઓને તે શોખીન હતું અને હિંદુસ્તાનની ગરમીમાં તે વારંવાર મધ્ય એશિયાના પિતાના વતનને યાદ કરો. પિતાનાં સંસ્મરણોમાં તે કહે છે કે,
ફરગાનાનાં “વાયોલેટ ફૂલે અતિશય સુંદર છે; અને લાલા તથા ગુલાબનાં ફૂલેનો તે તે ગંજ છે.”
તેને બાપ મરણ પામે અને તે સમરકંદને રાજા બન્યા ત્યારે બાબર માત્ર અગિયાર વરસને બાળક હતે. એનું કામ અતિશય કપરું હતું. અનેક દુશ્મની વચ્ચે તે ઘેરાયેલું હતું. આમ, જે વયે બાળક બાળાએ શાળામાં ભણતાં હોય છે ત્યારે તરવાર ધારણ કરીને રણક્ષેત્રમાં તેને ઝૂઝવું પડયું હતું. તેણે પિતાની રાજગાદી ગુમાવી અને તે પાછી મેળવી તથા પિતાની સાહસિક કારકિર્દી દરમ્યાન તેને ભારે જોખમ ખેડવાં પડ્યાં : આમ છતાં પણ સાહિત્ય, કવિતા તથા કળા ઇત્યાદિ સાથે તેણે નિકટનો સંપર્ક સાધ્ય. મહત્ત્વાકાંક્ષા તેને આગળ ને આગળ પ્રેરતી રહી. કાબુલ જીત્યા પછી સિંધુ નદી ઓળંગીને તે હિંદમાં આવ્યું. તેનું સૈન્ય તે નાનકડું હતું પરંતુ યુરોપ અને પશ્ચિમ એશિયામાં તે સમયે વપરાતી નવીન પ્રકારની તે તેની પાસે હતી. તેની સામે લડવા આવેલું અફઘાનનું મોટું દળ આ તાલીમ પામેલા નાનકડા સૈન્ય તથા તે આગળ છિન્નભિન્ન થઈ ગયું અને બાબરને વિજય થશે. પરંતુ તેની મુસીબતેને હજી અંત આવ્યે નહે અને તેનું ભાવિ અનેક વાર જોખમમાં આવી પડયું હતું. એક સમયે જ્યારે કટોકટીની ઘડી આવી પહોંચી ત્યારે તેના સેનાપતિઓએ તેને ઉત્તર તરફ પાછા ફરવાની સલાહ આપી. પરંતુ બાબર ગાંજ્યો જાય એવું ન હતું. તેણે જવાબ આપે કે પાછા હઠવા કરતાં તે મારે મન મરવું બહેતર છે મદિરાને તેને શેખ હતો. તેના જીવનની આ કટોકટીની પળે મદિરાને ત્યાગ કરવાને તેણે સંકલ્પ કર્યો. અને મદિરાપાનના બધા પ્યાલાએ તેણે ફાડી નાખ્યા. નસીબજોગે તે છ અને મદિરાયાગની પોતાની પ્રતિજ્ઞાનું તેણે પાલન કર્યું.