________________
ઇંગ્લેંડ પિતાના રાજને શિરછેદ કરે છે પ૧૯ પસંદ કર્યો હતો. ચતુર રાજા કરતાં બેવકૂફ રાજા વધારે સારે; કેમકે રાજા ચતુર હોય તો તે કદાચ પાર્લામેન્ટના કાર્યમાં દખલ પણ કરે. ૧લે જે અંગ્રેજી ભાષા પણ બોલી શકતો નહોતે. ખુદ અંગ્રેજોને રાજા અંગ્રેજી ભાષાથી અજાણ હતા. તેના પુત્ર રજા જ્યોર્જને પણ નહિ જેવું જ અંગ્રેજી આવડતું. આ રીતે ઇંગ્લંડની ગાદી ઉપર હેવર વંશની સ્થાપના થઈ. આજે પણ ઇંગ્લંડની ગાદી ઉપર એ જ વંશ ચાલુ છે. તે રાજ્ય કરે છે એમ તે ભાગ્યે જ કહી શકાય કેમકે શાસન અને બધે રાજવહીવટ તે પાર્લામેન્ટ જ કરે છે.
૧૬મી તથા ૧૭મી સદી દરમ્યાન ઈંગ્લેંડ અને આયર્લેન્ડ વચ્ચે ભારે વિષ અને સંઘર્ષ ચાલ્યા ક્ય. ઇલિઝાબેથ તથા ૧લા જેમ્સના અમલમાં આયર્લેન્ડ જીતી લેવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એ સમય દરમ્યાન ત્યાં આગળ વારંવાર બંડ અને કતલ થતાં રહ્યાં. ૧લા જેમ્સ આયર્લેન્ડની ઉત્તરમાં આવેલા અસ્ટર પરગણાના મેટા ભાગની જમીનજાગીરે જપ્ત કરી લીધી અને તેમાં સ્કોટલેંડના પ્રોટેસ્ટન્ટને લાવીને વસાવ્યા. એ સમયથી આજ સુધી એ વસાહતીઓ ત્યાં રહ્યા છે અને એને લીધે આયર્લેન્ડની પ્રજાના બે ભાગલા પડી ગયા -- આયર્લેન્ડવાસીઓ અને સ્કોટલેન્ડના વસાહતીઓ, એક કેથલિક અને બીજા પ્રોટેસ્ટંટ. ઉલ્ય વચ્ચે પરસ્પર ભારે તિરસ્કાર છે; અને આ ફાટફૂટથી બેશક ઈંગ્લંડને તે લાભ જ થયે છે. શાસકો હમેશાં ફૂટ પાડીને રાજ્ય કરવાની નીતિમાં જ માનતા આવ્યા છે. આજે પણ અટર એ આયર્લેન્ડને સાથી જટિલ કાયડે છે. - ઇંગ્લંડના આંતરવિગ્રહ દરમ્યાન આર્યલૅન્ડમાં અંગ્રેજોની કતલ કરવામાં આવી હતી. ક્રોમવેલે આયરિશ લેકની ક્રરપણે કતલ કરીને તેનું વેર લીધું. આયર્લેન્ડના લેકે આજે પણ એ કડવું સ્મરણ તાજું રાખી રહ્યા છે. એ પછી લડાઈ થઈ અને અનેક વાર સમજૂતી પણ થઈ. પણ ઈંગ્લડે એ સમજૂતીઓને વારંવાર ભંગ કર્યો. આર્યલૅન્ડની યાતનાઓનો ઇતિહાસ અતિશય લાંબે અને દુઃખદ છે.
તને એ જાણીને આનંદ થશે કે “ગુલિવર્સ ટ્રાવેલ્સ એટલે ગુલિવરની સફરે ને લેખક જેનાથન સ્વિફ્ટ આ અરસામાં એટલે કે ૧૬૬થી ૧૭૪૫ની સાલના ગાળામાં થઈ ગયે. બાલસાહિત્યનું એ સુપ્રસિદ્ધ પુસ્તક છે. પણ વસ્તુતાએ તે એ તેના જમાનાના ઈગ્લેંડ વિષે કટાક્ષને ગ્રંથ છે. બિન્સન લૂ ને લેખક ડેનિયલ ડીફે સ્વિફ્ટને સમકાલીન હતો.