________________
ઇગ્લેંડ પિતાના રાજાને શિરછેદ કરે છે ' ૫૧૭ તરત જ પાર્લામેન્ટ સાથે વિખવાદ શરૂ થયો. જેમ્સ ભાવિક કેથલિક હતું અને તે ઇંગ્લંડ ઉપર પોપનું પ્રભુત્વ ફરીથી સ્થાપવા ચહાતે હતે. ધર્મ વિષે અંગ્રેજ પ્રજાના વિચારે ગમે તે હો, અને એ બાબતમાં તેમના નિશ્ચિત વિચારે નહોતા – પણ મોટા ભાગના લકે પપ તથા “પપની લીલા'ના કટ્ટર વિરોધી હતા. આ પ્રચલિત ભાવનાની સામે જેમ્સ કશું ન કરી શક્યો. તેણે પાર્લમેન્ટને રોષ વહોર્યો અને આખરે તેને આશરા માટે ફ્રાંસ ભાગી જવું પડ્યું.
પાર્લમેન્ટ ફરીથી રાજા ઉપર વિજય મેળવ્યું. પણ આ વખતે તે આંતરવિગ્રહ વિના અને બિલકુલ શાંતિપૂર્વક તે ફતેહમંદ નીવડી. હવે દેશમાં કોઈ રાજા રહ્યો નહિ. પણ ઈંગ્લંડ ફરીથી પ્રજાતંત્ર થનાર નહતું. કહેવાય છે કે, એક અંગ્રેજને લૉર્ડ અથવા ઉમરાવ ગમે છે, રાજાઓને ભભક અને ડોળદમાક તેને એથીયે વધારે પ્રિય છે. એથી કરીને પાર્લામેન્ટ નવા રાજાની તલાશ કરી અને હેલેંડના રેંજ કુળમાંથી તેમને તે મળી આવ્યા. ૧૦૦ વરસ પૂર્વે હેલૅન્ડની સ્પેન સામેની મહાન લડતના નેતા મૂક વિલિયમ (વિલિયમ ધ સાઇલન્ટ) એ કળે નેધરલેન્ડ્ઝને આપ્યો હતો. આ વખતે પણ એ જ ઓરેંજ કુળમાં બીજે એક વિલિયમ થયું હતું અને તે ઇંગ્લંડની રાજકુંવરી મેરી જોડે પરણ્યો હતો. એટલે ૧૬૮૮ની સાલમાં આ વિલિયમ તથા મેરીને ઇંગ્લંડનાં સંયુક્ત શાસક બનાવવામાં આવ્યાં. પાર્લમેંટના હાથમાં હવે સર્વોપરી સત્તા આવી હતી અને પાર્લામેન્ટમાં જે લેકેનું પ્રતિનિધિત્વ હતું તેમના હાથમાં સત્તાનાં સૂત્ર સોંપી ઈંગ્લંડની ક્રાંતિની પૂર્ણાહુતિ થઈ. એ સમયથી ઈંગ્લંડના કોઈ પણ રાજા કે રાણીએ પાલમેન્ટની સત્તાને સામને કરવાની હામ ભીડી નથી. બેશક, સીધો સામને કે પડકાર કર્યા વિના પણ કાવાદાવા કે દબાણ કરવાની બીજી અનેક રીતે છે અને ઘણા અંગ્રેજ રાજકર્તાઓએ એ પછી એનો આશરે લીધે હતે. - પાર્લમેન્ટ હવે સર્વોપરી બની એ ખરું. પરંતુ એ પાર્લમેન્ટ કેવી હતી ? ઇંગ્લંડની સમગ્ર આમજનતાનું પ્રતિનિધિત્વ એ ધરાવતી હતી એમ માની લઈશ નહિ. અંગ્રેજ પ્રજાના બહુ નાના ભાગનું પ્રતિનિધિત્વ એ ધરાવતી હતી. એના નામ ઉપરથી સૂચિત થાય છે તેમ ઉમરાવોની સભા મોટા મોટા ઉમરાવ (લેડ) અથવા જમીનદારે અને બિશપનું પ્રતિનિધિત્વ ધરાવતી હતી. આમની સભા પણ જમીનજાગીર ધરાવનાર ધનિક તથા તવંગર વેપારીઓની સભા હતી. બહુ