________________
ઇબ્લડ પેાતાના રાજાના શિરચ્છેદ કરે છે
૫૫
લશ્કર રાજાના પક્ષમાં હતું અને ધનિક વેપારીઓ તથા લડન શહેર પામેન્ટના પક્ષમાં હતાં. આ વિગ્રહ ધણાં વરસા સુધી ચાલ્યાં કર્યાં. આખરે પાર્ટીમેન્ટને પક્ષે આલીવર ક્રોમવેલ નામના મહાન નેતા પેદા થયા. તે સમર્થ વ્યવસ્થાકાર, અને કડક શિસ્તપાલનના પુરસ્કર્તા હતા. વળી પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે તેનામાં ધાર્મિક ધગશ હતી. કાર્લોલિ તેને વિષે કહે છે કે, “ યુદ્ધનાં કારમાં જોખમામાં, અને રણક્ષેત્રની વિષમ પરિસ્થિતિમાં જ્યારે સા કાર્ય હતાશ થઈ ગયા હતા ત્યારે આશા તેનામાં અગ્નિની શિખાની પેઠે ઝળકી રહી હતી.” ક્રોમવેલે નવું સૈન્ય તૈયાર કર્યું એના સૈનિકા આયર્ન સાઈડ્ઝ' એટલે કે વજ્રકાય કહેવાતા હતા. તેણે એ સૈનિકામાં પોતાની ધગશ અને શિસ્તના સંચાર કર્યાં. પાલ મેન્ટના સૈન્યના ‘ પ્યુરીટને’એ ચાર્લ્સ'ના કૅવેલિયાને ચાના સૈનિક કૅવેલિયર્સ કહેવાતા હતા – સામના કર્યાં. છેવટે ક્રોંમવેલનો વિજય થયા અને રાજા ચાર્લ્સ પાર્લમેન્ટના કેદી બન્યા.
(
પાલ મેન્ટના કેટલાક સભ્યો હજી પણ રાળ સાથે સમાધાન કરવા ચડાતા હતા. પરંતુ ક્રૌમવેલના નવા સૈન્યે એ વાત કાને ધરી નહિ અને એ સન્યના ફલ પ્રાઈડ નામના એક અમલદારે હિ ંમતપૂર્વક પાર્લમેન્ટમાં ઘૂસી જઈ ને આવા બધા સભ્યોને હાંકી કાઢયા. તેનું આ કૃત્ય ‘’પ્રાઈડના જુલાબ ' તરીકે ઓળખાય છે. આ બહુ આકરા ઇલાજ હતો અને પામેન્ટ માટે તે બહુ શે।ભારૂપ નહાતો. પાર્લામેન્ટે રાજાની આપખુદી સામે વિરોધ ઉઠાવ્યા હતા પણ હવે પાલ મેન્ટના પોતાના જ સૈન્યનું પરિબળ વધી ગયું અને તેના કાયદાના શબ્દોની ઝીણવટની તેને લેશમાત્ર પણ પરવા નહોતી. ક્રાંતિના રાહ આવા જ હાય છે.
આમની સભાના બાકીના સભ્યો ~~~ એ રમ્પ પાર્લમેન્ટના નામથી ઓળખાય છે. - એ ઉમરાવની સભાના વિરોધને ગણકાર્યા વિના ચાર્લ્સ ઉપર મુકદ્મા ચલાવવાનો નિર્ણય કર્યો. અને ‘જુલમગાર, દેશદ્રોહી, ખૂતી અને દેશના દુશ્મન ' તરીકે તેને મોતની શિક્ષા કરમાવી. તથા એક સમયના રાજા તથા રાજ્ય કરવાના પોતાના દૈવી હકની વાત કરનાર આ પુરુષનો લડનમાં વ્હાઈટહાલ આગળ શિરચ્છેદ કરવામાં આવ્યો.
રાજાએ પણ ઇતર લેાકની જેમ જ મરે છે. પણ ઋતિહાસ ઉપરથી જણાય છે કે એમાંના કેટલાક કમાતે મૂઆ હતા. આપખુદ રાજાશાહીમાં ગુપ્ત રીતે ખૂને સારી પેઠે થાય છે. અંગ્રેજ રાજકર્તાઓએ ભૂતકાળમાં એ ઉપાય કીક ફીક અજમાવ્યા હતા. પરંતુ એક ચૂંટણીથી