________________
·
નેધરલૅન્ડ્ઝ, સ્વાત ત્ર્ય યુદ્ધ
૧૦૫
પ્રોટેમ્ટટ સપ્રદાય પ્રસર્યાં. વારસાના અકસ્માતથી હૅપ્સબર્ગ વશના ચાર્લ્સ પાંચમા તથા તેને પુત્ર ખીજો ફિલિપ નેધરલૅન્ડઝના શાસકે બન્યા. એ બેમાંથી એકે કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા - રાજકીય કે ધાર્મિ ક -સાંખી શકે એમ નહેાનું. ફિલિપે શહેરના અધિકારો તથા નવા સંપ્રદાયને કચરી નાખવાના પ્રયત્ન કર્યાં. તેણે ડયુક આફ્ આહ્વાને ત્યાં આગળ પોતાના વાઈસરૉય તરીકે મોકલ્યે. તે જુલમ તથા અત્યાચાર ગુજારવા માટે મશહૂર થઈ ગયા છે. ત્યાં આગળ ઈન્કિવઝીશનની તેમજ એક રુધિરસમિતિ ( બ્લડ કાઉન્સિલ )ની સ્થાપના કરવામાં આવી. તેણે હજારો લાકાને વતા બાળી મૂક્યા કે ફ્રાંસીએ લટકાવ્યા હતા.
એ વાત બહુ લાંબી છે અને એ આખી હું તને અહીં આગળ કહી શકું એમ નથી, જેમ જેમ સ્પેનને જુલમ વધતા ગયા તેમ તેમ તેને સામનેા કરવાનું પ્રજાનું બળ પણ વધતું ગયું. પ્રિન્સ વિલિયમ ઑફ ઑરેંજ નામને એક મહાન અને ડાહ્યો નેતા તેમનામાંથી પેદા થયો. તે વિલિયમ ધ સાઈલન્ટ મૂક વિલિયમ' ને નામે ઓળખાય છે. તેના સામર્થ્ય આગળ ડયૂક ઑફ આલ્વાના હાથ હેઠા પડ્યા. ૧૫૬૮ની સાલમાં ગણ્યાગાંયા નિર્દિષ્ટ માસા સિવાય નેધરલૅન્ડઝના સઘળા ધવિમુખ વતનીઓને ઇસ્ક્વિઝીશને માતની સજા ફરમાવી. આ સજાને જોટા ઈતિહાસમાં બીજો મળે એમ નથી – ત્રણ કે ચાર લીટીમાં લખાયેલા આ ચુકાદાથી લગભગ ત્રીસ લાખ માણસને આવી આકરી મેાતની સજા ફરમાવવામાં આવી !
શરૂઆતમાં તે એમ જણાતું હતું કે એ નેધરલૅન્ડ્ઝના ઉમરાવે અને સ્પેનના રાજા વચ્ચેની લડાઈ છે. બીજા દેશોની રાજા અને ઉમરાવે વચ્ચેની લડાઈ એના જેવી જ એ લડાઈ હતી. આલ્વાએ એ ઉમરાવાને ચગદી નાખવાના પ્રયાસ કર્યાં અને મેટા મેટા અનેક ઉમરાવેાને બ્રસેલ્સમાં ફ્રાંસીએ લટકવું પડયું. કાઉન્ટ ઍગ્મેન્ટ નામના એક મજૂર અને લોકપ્રિય ઉમરાવને પણ ફ્રાંસી દેવામાં આવી હતી. પછીથી આહ્વાને નાણાંની અતિશય ભીડ પડતાં તેણે નવા અને ભારે કરો નાખવાનું અજમાવી જોયું. આની અસર વેપારીઓની કાથળીઓ ઉપર થઈ એટલે તેમણે પણ બળવા કર્યાં. વળી એમાં કૅથલિક તથા પ્રોટેસ્ટટાના ઝધડાને ઉમેરો થયા. સ્પેન અતિશય બળવાન રાજ્ય હતું અને પોતાની મહત્તાને વિષે તેને ભારે ધમંડ હતા. જ્યારે નેધરલૅન્ડ્ઝ એ તે વેપારીએ અને ઉડાઉઃ