________________
સેાળમી તથા સત્તરમી સદીમાં યુરોપમાં આપખુદી ૯૯ તેમના ઉપર અંકુશ હતા અને ઘણી વાર તે તે તેની સત્તાને પડકારતા પણ ખરા. વેપારીઓ તથા મધ્યમ વર્ગના ભલેને આ ઉમરાવે પસંદ નહાતા. રાજાને પણ તે ગમતા નહોતા. એટલે વેપારી વ તથા ખેડૂતોની સહાયથી રાજાએ ઉમરાવાને જેર કર્યાં અને તે પોતે સ સત્તાધીશ બન્યો. મધ્યમ વર્ગનું બળ તથા મહત્ત્વ જો કે હવે વધ્યું હતું પરંતુ રાજાની સત્તાને અંકુશમાં રાખવા જેટલું ખળ તેનામાં નહોતું. પરંતુ થોડા જ વખતમાં મધ્યમ વર્ગ રાજાએ કરેલી કેટલીક બાબ સામે વાંધા ઉઠાવવા લાગ્યા. ખાસ કરીને વારવાર ઉઘરાવવામાં આવતા તથા ભારે કર સામે અને ધર્મની બાબતમાં તેની દખલગીરી સામે તેણે વાંધા ઉઠ્ઠાબ્યા. રાજાને એ વસ્તુ જરાયે પસંદ નહાતી. પોતે જે કંઈ કરે તેની સામે વાંધા ઉડાવવાની તેમની ધૃષ્ટતાની તેને ભારે ચીડ હતી. આથી તે તેમને જેલમાં પૂરતા કે બીજી રીતે શિક્ષા કરો. જેમ બ્રિટિશ સરકારને વશ થવાની ના પાડવા માટે હિંદમાં આજે આપણને કેદમાં પૂરવામાં આવે છે તે જ પ્રમાણે તે સમયે તેમને મનસ્વીપણે કેદમાં પૂરવામાં આવતા. રાજા વેપારરોજગારમાં પણ દખલ કરતો. આ બધાને કારણે વાત બગડી અને રાજાની સામે વિરોધની લાગણી વધવા લાગી. રાજાની આપખુદી સામે સત્તા મેળવવાની મધ્યમ વર્ગની લડત ભ્રૂણી સદીઓ સુધી, કહે કે છેક આજ સુધી ચાલી અને રાજાઓના રાજ્ય કરવાના દૈવી અધિકારને છેવટના દનાવવામાં આવ્યા તથા તેમને તેમના વાસ્તવિક સ્થાને મૂકવામાં આવ્યા તે પહેલાં ઘણા રાજાને પોતાનાં શિર ગુમાવવાં પડ્યાં હતાં. કેટલાક દેશોમાં એ લડતમાં જલદી વિજય મળ્યા અને કેટલાકમાં મોડા મળ્યા. હવે પછીના પત્રામાં આપણે એ લડતની ચડતીપડતી વિષે વાતો કરીશું.
#
પરંતુ સાળમી સદીમાં યુરોપના ઘણાખરા દેશમાં રાજા લગભગ સસત્તાધીશ હતા. પરંતુ તે લગભગ સર્વસત્તાધીશ હતા સર્વાંગે નહિ. તને યાદ હશે કે સ્વિટ્ઝરલેંડના ડુંગરાળ મુલકમાં વસતા ગરીબ ખેડૂતોએ હૅપ્સબર્ગ વંશના મહાન સમ્રાટની સામે થવાની હામ ભીડી હતી અને તેમણે પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી. આમ યુરોપના આપખુદી અને નિરંકુશ સત્તાના મહાસાગરમાં સ્વિટ્ઝરલૅન્ડનું ખેડૂતોનું પ્રજાતંત્ર એક ભેટ સમાન હતું. ત્યાં રાજાને કશું સ્થાન નહોતું.
-
થડા જ વખતમાં ખીજી જગ્યાએ — નેધરલૅન્ડ્ઝમાં — પણ પરિસ્થિતિ કટોકટીએ પહેાંચી અને ત્યાં આગળ પ્રજાના ધાર્મિક અને